દોઢ માસ પૂર્વે હોસ્ટેલમાંથી લાપતા થઇ આપઘાત કરવા પહોંચ્યો ત્યારે લોકોએ બચાવ્યો હતો
મૃતક પાસેથી મળેલી ફાઈલો આધારે ડિપ્રેશનમાં હોવાનું પોલીસનું અનુમાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એઇમ્સનાં 26 વર્ષીય ઇન્ટર્ન તબીબે આજે વહેલી સવારે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે અગાઉ દોઢ મહિના પૂર્વે લોકોએ આપઘાત કરતા બચાવ્યો હતો ત્યાર બાદ આજે વહેલી સવારે પરાપીપળીયા ફાટક પાસે આ અંતિમ પગલું ભર્યું હતું. મૃતક અગાઉ પણ એઇમ્સ હોસ્ટેલમાંથી ગુમ થઈ ગયો હતો અને પોલીસની શોધખોળ બાદ મળી આવ્યો હતો બાદમાં તે રાજસ્થાન પોતાના વતન જતો રહ્યો હતો હાલ પરત રાજકોટ આવી પગલું ભર્યું હતું. માનસિક ડિપ્રેસનમાં પગલું ભર્યું હોવાનું અનુમાન છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના હાલ રાજકોટ એઈમ્સની હોસ્ટેલમાં રહી એમબીબીએસનો અભ્યાસ કરતા છાત્ર એઇમ્સ ખાતે ઇન્ટર્ન ડોક્ટર રતનકુમાર મોહનલાલ મેઘવાળ ઉ.26એ આજે વહેલી સવારે પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો આ અંગે ગાંધીગ્રામ પોલીસને વર્ધી મળી હતી કે રેલવે ફાટક પાસે કોઈ અજાણ્યા યુવાનનું કોઈ કારણોસર ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું છે. બનાવને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો 108ના સ્ટાફે અજાણ્યા યુવાનને મૃત જાહેર કર્યો હતો પોલીસે સ્થળ તપાસ કરતા મૃતકનું બેગ મળી આવ્યું હતું જે ચેક કરતા મેડિકલ ફાઈલો મળી આવી હતી જેથી મૃતક મેન્ટલી ડિસ્ટર્બ હોવાનું પોલીસે અનુમાન વ્યક્ત કર્યું હતું દરમિયાન મૃતક રાજકોટ એઈમ્સનો તબીબ રતનકુમાર મેઘવાળ હોવાનું ખુલ્યું હતું આ યુવકે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને હાલ રાજકોટ એઈમ્સ ખાતે ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં ખસેડ્યો હતો. ઉપરાંત એઈમ્સના અધિકારીઓ અને મૃતકના પરિવારને જાણ કરી હતી અગાઉ ગત જાન્યુઆરીમાં રતનકુમાર એઇમ્સ હોસ્ટેલમાંથી ગુમ થઈ ગયો હતો એ પછી એઈમ્સ પ્રશાસને તેની શોધખોળ કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી દરમિયાન રતનકુમાર રેલવે ટ્રેક નજીક દેખાતા તુરંત લોકોએ તેને બચાવ્યો હતો ત્યારે એવું જાણવા મળ્યું હતું કે યુવકને એક તબીબી છાત્રા સાથે મિત્રતા હોય અને તે છાત્રા અન્ય યુવકો સાથે પણ વાત કરતી હોય જે યુવકને ગમતું ન હતું, તેમજ અન્ય કલાસમેટ પણ તેના રૂમમાંથી નિકળી ગયાં હતાં અને તેની મજાક ઉડાવતાં હોય જેથી કંટાળી તે નિકળી ગયો હતો આ પછી યુવાનના પરિવારજનો રાજકોટ આવી વતનમાં લઈ ગયા હતા આ તેનું અભ્યાસનું છેલ્લું વર્ષ હતું બનાવને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.



