ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના જાણીતા એડવોકેટ અને ‘ગોગિયા એન્ડ ગોગિયા એડવોકેટ્સ’ પેઢીના અગ્રણી નિખિલ એસ. ગોગિયાનો આજે 18 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. ન્યાયના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર નિખિલભાઈ આજે જીવનના નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
તેમના જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ મિત્ર વર્તુળ, પરિવારજનો અને સાથી એડવોકેટ્સ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. નિખિલભાઈના મોબાઈલ નંબર 94086 33833 પર ફોન કોલ્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. લોકો તેમને આગામી વર્ષમાં ઉત્તમ સ્વાસ્થ્ય અને સફળ કારકિર્દી માટે મંગલ કામનાઓ પાઠવી રહ્યા છે.



