ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના એડિશનલ કલેકટર કેતન ઠકકર સહિત રાજયના 11 ઉચ્ચ અધિકારીઓનું કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસ (ઈન્ડીયન એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ)માં નોમીનેશન કરવામાં આવેલું છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએએસ કેડરના કેતન ઠકકર, હર્ષદ વોરા સહિતના આ 11 ઉચ્ચ અધિકારીઓનું આઈએસમાં નોમીનેશન કરવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજયમાં છેલ્લા લાંબા સમયથી વિવિધ વિભાગોમાં આઈએએસ કેડરના અનેક અધિકારીઓની જગ્યા ખાલી પડી છે. જેના પગલે વહીવટમાં મુશ્કેલીઓ પડતી હતી.