રાજ્યમાં નવા માત્ર 9 કેસ અને 122 એક્ટિવ કેસ
ગુજરાતમાં કોવિડ-19નો પ્રથમ કેસ 18 માર્ચ 2020ના રોજ રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં નોંધાયો હતો. ત્યારબાદ 742 દિવસના લાંબા અંતરાલ બાદ રાજકોટ શહેર બુધવારે સંપૂર્ણપણે કોરોનામુક્ત બની ગયુ છે. કોરોનાની સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓને પણ ગઇકાલે રજા આપી દેવામાં આવતા હાલ શહેરમાં નવો એકપણ એક્ટિવ કેસ નથી.
બે વર્ષથી વધુ સમય બાદ કોરોનામાંથી મુક્તિ મળતા રાજકોટ વાસીઓએ મોટી રાહત અનુભવી હતી. બુધવારે રાજ્યમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા. જેની સામે 37 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 122 જ છે.
- Advertisement -
વૈશ્ર્વિક મહામારી કોરોનાનો પ્રથમ કેસ ગુજરાતમાં રાજકોટ શહેરમાં નોંધાયો હતો. 18 માર્ચ 2020ના રોજ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતો અને દુબઇથી આવેલો નદીમ નામનો યુવાન કોરોના સંક્રમીત થતા માત્ર રાજકોટ શહેર જ નહી સમગ્ર ગુજરાતમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યુ હતું.
742 દિવસ બાદ ગઇકાલે બુધવારે રાજકોટ કોરોનાની ચૂંગલમાંથી મુક્ત થયું હતું. બુધવારે રાજકોટમાં કોરોનાનો સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવતા રાજકોટ કોરોના મુક્ત બન્યુ છે.બે વર્ષ દરમિયાન શહેરમાં કોરોનાના 63689 કેસ નોંધાયા હતા. 742 દિવસ બાદ રાજકોટવાસીઓને કોરોનાની ચૂંગલમાંથી મુક્તિ મળતા શહેરીજનોએ મોટી રાહત અનુભવી હતી. પ્રથમ, બીજી અને ત્રીજી લહેર દરમિયાન શહેરમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો હતો. બીજી લહેરમાં તો એકપણ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરવા જગ્યા મળતી ન હતી.
સિવિલ હોસ્પિટલોમાં પણ કલાકો સુધી કતારમાં ઉભુ રહેવુ પડ્યુ હતું. સ્મશાનમાં પણ અંતિમ વિધી માટે લાંબુ વેઇટીંગ રહેલુ હતું. ટૂંકમાં મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાય હતી.
- Advertisement -
બુધવારે રાજકોટ સંપૂર્ણપણે કોરોના મૂક્ત બની ગયુ છે. હાલ શહેરમાં કોવિડનો નવો એકપણ કેસ એક્ટિવ નથી. શહેરીજનો સાથે મહાપાલિકા તંત્રએ પણ રાહત અનુભવી હતી. બુધવારે ગુજરાતમાં કોરોનાના નવા માત્ર 9 કેસ નોંધાયા હતા. જેની સામે 37 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં કોવિડના માત્ર 122 કેસ જ એક્ટિવ છે.
આ પણ વાંચો:
https://khaskhabarrajkot.com/2022/03/31/actress-sara-ali-khan-arrives-in-dwarkadhish/