તા.૦૩/૦૬/૨૦૨૧
પ્રતિ,
- Advertisement -
મ્યુનિસિપલ કમીશનર,
રાજકોટ મહાનગરપાલિકા,
રાજકોટ.
- Advertisement -
વિષય : રાજકોટ શહેરમાં પ્રિમોન્સુન કામગીરી વેગમાન કરવા અંગે.
માનનીય સાહેબ,
જયભારત સાથ ઉપરોક્ત વિષયે જણાવવાનું કે હાલ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે ગોકળગાયની ગતિએ ચાલતું જણાય છે અને આ કામગીરીમાં જે-જે સ્થળોએ પાણીની પાઈપલાઈનનું ખોદાણ કર્યું હોય, ગેસની પાઈપલાઈનનું ખોદાણ કર્યું હોય, ટેલીફોન કંપનીઓ દ્વારા ખોદાણ કર્યું હોય, તેમજ ડ્રેનેજ માટે જ્યાં જ્યાં ખોદાણ કર્યું હોય તે તમામ સ્થળોએ તાત્કાલિક ધોરણે ખાડા – પેચ બુરવા મેટલીંગ કામ, સીસી કામ અને પેવર કામ કરાવવા માટેની કામગીરી કરવી જેથી કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને.
ઉપરોક્ત બાબતે ડ્રેનેજ કામગીરી સત્વરે કરાવવા અને શહેરમાં ક્યાય પણ ડ્રેનેજ લાઈન કે વરસાદી પાણી નિકાલની લાઈન ચોકઅપ ન થાય તેમજ વોકળા પાકા કરવા ની કામગીરી કરાવવી તેના માટે ખાસ કાળજી રાખવી અને એડવાન્સમાં પગલા ભરવા અમો વિનંતી કરીએ છીએ.
શ્રીમતી ભાનુબેન સોરાણી
વિરોધપક્ષના નેતા
રાજકોટ મહાનગરપાલિકા


