માસ્ક પહેરવાં, સોશ્યલ ડિસ્ટન્ટ જાળવવા વેપારીઓને અનુરોધ
રાજકોટ ચેમ્બરની સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી વેપાર ધંધા ખોલવા દેવાની રજુઆતનો મુખ્યમંત્રીએ સ્વીકાર કરતા રાજકોટ ચેમ્બરે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.કોરોનાના ભયંકર સંકટમાંથી આપણે સૌ પસાર થઇ રહ્યા છીએ અને આ અતિ ભયંકર પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો આપણે પુરેપુરો પ્રયાસ કરી રહ્યા છે.
- Advertisement -
સરકાર દ્વારા કોરોના મહામારીને કાબુમાં લેવા માટે સતત ર3 દિવસથી આશીક લોકડાઉન લાગુ કરાયેલ છે. આ આંશિક લોકડાઉન દરમ્યાન ગુજરાતના તમામ વેપારીઓએ આર્થિક નુકશાન ભોગવીને પણ સાથ અને સહકાર આપેલ પરંતુ કોરોનાનો કહેર હળવો થવાથી તમામ વેપારીઓની લાગણી અને માંગણીને ઘ્યાનમાં લઇ સમગ્ર રાજયમાં સૌપ્રથમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ વેપારીઓને સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા માટે અંગે ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એનડ ઇન્ડસ્ટ્રીઝની રજુઆતનો સ્વીકાર કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વેપારીઓ માટે સંવેદનશીલ નિર્ણય લઇ દુકાનો ચાલુ કરવા માટે સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધીની છુટ આપેલ છે. જે બદલ રાજકોટ ચેમ્બર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સહર્ષ અભિનંદન સહ આભારની લાગણી વ્યકત કરે છે. આ નિર્ણય આવવાથી તમામ વેપારી આલમમાં હર્ષની લાગણી છવાઇ છે.
સાથો સાથ તમામ વેપારીમિત્રો તેમજ લોકોને ખાસ ઘ્યાન દોરવાનું કે કોરોના હજી મટી ગયેલ નથી. તેથી તેને ગંભીરતા લઇ માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું તેમજ વીકસીન લેવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા અપીલ કરવામાં આવે છે. તેમજ સરકારની તમામ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી સૌ સાથે મળી કોરોનાની ચેઇનને તોડવામાં સહભાગી બનીએ તેમ રાજકોટ ચેમ્બરની યાદી જણાવે છેે.