દવા બંધ કરી દીધા બાદ પતિને મળવાની જીદ સાથે ઘરેથી નીકળી ગઈ હતી
યુવતીના પરિવારે અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
તાજેતરમાં એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી યુવતી ન્યુ જાગનાથ રોડ પાસે બોપોરથી એકલી બેઠી છે. યુવતીના વર્તન પરથી તેવો માનસિક રીતે બિમાર હોય તેવું લાગે છે.તેથી 181 મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે. જેના પગલે 181 ના કાઉન્સેલર વૈશાલી ચૌહાણ, કોન્સ્ટેબલ સેજલ બેન તેમજ પાઇલોટ મયુરભાઈ ઘટના સ્થળે અજાણી યુવતીની મદદ માટે પહોચ્યા હતા.
ત્યારબાદ 181 ટીમે યુવતીની સાથે શાંતચીત સ્વભાવે પૂછપરછ કરેલ તેમનું નામ, સરનામુ જાણવાના પ્રયત્ન કરેલા પરંતુ તેઓને તેમનુ નામ યાદ ના હતુ. યુવતીનું કુશળ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે યુવતી તેના પતિને મળવા માટે નીકળી ગયેલ છે યુવતી એ તેના પતિનું નામ જણાવેલ અને તેઓ જૂનાગઢ રહેતા હતા તેવું જણાવેલ અહીં રાજકોટમાં તેમના માતા-પિતા રહે છે પરંતુ યુવતીને તેમનું 5રું સરનામું ખ્યાલ ન હતું. યુવતીને એક ફ્લોર મીલ વિશેની જાણ હતી અને 150 ફૂટ રીંગ રોડ પાસે 40 ફૂટ રોડ એટલું જણાવ્યું હતું.
- Advertisement -
ત્યારબાદ યુવતીએ જણાવેલા સરનામે લઈ ગયેલ ત્યાં સ્થાનિક લોકોને પૂછપરછ કરેલ તથા આજુબાજુની સોસાયટીમાં પૂછપરછ કરેલ અંતે યુવતીના પાડોશી મળેલ. તેમણે યુવતીનું ઘર બતાવ્યું હતું. યુવતીના ઘરે તેના માતા અને ભાભી હાજર હતા. યુવતીના માતાને પૂછપરછ કરતા જાણવા મળેલ કે યુવતી છેલ્લા 6 વર્ષ થી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરેથી અવાર-નવાર નીકળી જાય છે. તેમજ ઘર ની આજુબાજુ ના વિસ્તારમાં તેમની શોધ કરતા હતા. દર વખતે યુવતી મળી જાય છે. યુવતીના માતાએ જણાવેલ કે યુવતીનું ડિવોર્સ થયું છે પરંતુ તે તેના પતિની શોધમાં વારંવાર ઘરથી નીકળી જાય છે. યુવતીની માનસિક બીમારીની સારવાર 6 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં દવા ચાલુ છે.