ખાસ-ખબર સંવાદદાતા
1984 થી 89 સુધી ભારતના 7માં વડાપ્રધાન તરીકે સેવા આપનાર રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના દિવસે થયો હતો. આજે તેઓની 79મી જન્મ જ્યંતિ છે. તે અવસરે પ્યોગાંગ લેકના તટ ઉપર આયોજિત એક પ્રાર્થના સભામાં રાહુલ સામેલ થયા હતા, અને પોતાના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વાસ્તવમાં રાહુલ ગાંધી લડાખની 2 દિવસની યાત્રાએ લડાખ ગયા હતા. પરંતુ હવે તે યાત્રા 25 ઓગસ્ટ સુધી લંબાવી છે. 5, ઓગસ્ટ 2019ના દિને સંવિધાનનો અનુચ્છેદ 370 અને 34(એ) હટાવાયા પછી જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું તે પછી રાહુલ ગાંધીની લડાખની આ પહેલી યાત્રા છે. તેઓએ લેહમાં યુવાનો સાથે વાતચીત કરી હતી.પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓએ એક ફૂટબોલ મેચ જોઈ હતી. તે ઉપરાંત 25 ઓગસ્ટે, 30 સભ્યોની લડાખ સ્વાયત્ત પર્વતીય વિકાસ પરિષદ (એલ.એ.એચ.ડી.સી.-કારગીલ)ની ચૂંટણી બેઠકમાં પણ તેઓ ભાગ લેશે. 10મી સપ્ટેમ્બરે 30 સભ્યોની કારગીલ પરિષદની ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન સાધ્યું છે.