ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
13 – જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમામાં વેરાવળ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતુ.ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ મંદિર,કલમ 370 જેવા મુદ્દાઓ ઉઠાવી અને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા છેલ્લા 10 વર્ષના કામોનો ઈતિહાસ વ્યકત કર્યો અને વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વિશ્ર્વની મહાસત્તા ગણાતા દેશોએ પણ નરેન્દ્રભાઇ મોદીને આગામી વડાપ્રધાન તરીકે સ્વીકારી લીધા છે.
- Advertisement -
ઉપરાંત સતત ત્રીજી વખત ભાજપ 26 સિટ જીતશે તેવો વિશ્વાસ વ્યકત કરતા સૌ કાર્યકરોને વધુમાં વધુ મતદાન કરાવવા અપીલ કરી હતી.તો 2024 ની આ ચૂટણી ખૂબજ મહત્વની ગણાવી હતી.. જ્યારે તાલાલાનાં ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું કે સામે કોંગ્રેસના ઉમેદવાર છે એટલે અમે સમાજના વ્યક્તિઓને પણ અનુરોધ કરીએ છીએ કે માત્ર કમળના નિશાન પર જ મતદાન કરવાનું છે.