ભાજપ લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમાએ નામાંકનપત્ર ભર્યું
પ્રદેશ આગેવાન સહિત જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ 13 લોકસભા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજ આગેવાન અને બે ટર્મથી જીત હાંસલ કરનાર રાજેશ ચુડાસમાને હેટ્રીકની જીતના વિશ્વાસ સાથે ઉમેદવાર તરીકે પસંદગી કરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આજે સવારે દેવ દર્શન કરીને જૂનાગઢ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે નામાંકન રેલી યોજવામાં આવી હતી અને ભાજપ આગેવાનોની ઉપસ્થિતમાં શક્તિ પ્રદર્શન સાથે રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા નામાંકન રેલી યોજાવમાં આવી હતી જેમાં પ્રદેશ આગેવાન અને ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને દેશની કેન્દ્ર સરકાર દ્વારા કરેલા વિકાસ કાર્યો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કુનેહથી આજે દેશની પ્રગતિનો ડંકો દેશ દુનિયામાં વાગી રહ્યો છે.
ત્યારે ફરી ભાજપ સત્તા પર આવશે તેવા વિશ્વાસ સાથે વિશાલ જન સભાને સંબોધન કર્યું હતું અને ત્યારે બાદ પ્રતિમાને હારતોરા સાથે શહેરના રાજમાર્ગો પર રેલી યોજી હતી અને ઠેર ઠેર લોકોએ ઉમેદવારને ફુલહાર પેહરાવી સ્વાગત કર્યું હતું.અને આ શક્તિ પ્રદર્શન યોજી લોકસભાના ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ઉમેદવારી પત્ર ભરી જીતની હેટ્રિકનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ ભાજપ લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આજે પોતાની ઉમેદવારી પત્રક ભરતા પેહલા સરદાર પટેલ ચોક ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, જિલ્લાના સંયોજક ઉદય કાનગડ અને ચંદ્રેશભાઈ હેરમાં, મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા, દેવાભાઇ માલમ, ભગવાનજીભાઈ બારડ, કે.સી.રાઠોડ તથા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ડોલરભાઈ કોટેચા, ઝવેરીભાઈ ઠકરાર, લક્ષમણભાઈ યાદવ, પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાળા, જશાભાઇ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, પૂર્વ રાજ્ય સભા સાંસદ ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, શહેર પ્રમુખ પુનીત શર્મા સહીત તમામ ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
લોકસભા ડમી ઉમેદવાર તરીકે પૂર્વ મેયરના ધર્મપત્ની ભાવનાબેન હિરપરાએ ફોર્મ ભર્યું
જૂનાગઢ લોકસભા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આજે ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ ભર્યું હતું ત્યારે તેના ડમી ઉમેદવાર તરીકે જનસંઘના પાયાના કાર્યકર અને પૂર્વ મેયર સ્વ.જીતુભાઇ હિરપરાના ધર્મપત્ની અને કોર્પોરેશનના કોર્પોરેટર શ્રીમતી ભાવનાબેન હીરપરાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું અને જૂનાગઢ બેઠક જંગી બહુમતી ભાજપ ઉમેદવાર જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરીને રાજેશ ચુડાસમાએ દાવેદારી કરી હતી.