ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લી કેટલીક મેચોમાં સામાન્ય સ્કોર નોંધાવનાર જોસ બટલર શુક્રવારે અહીં રમાનારી આઇપીએલની મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સના ઓછો અનુભવ ધરાવતા બોલિંગ આક્રમણના છોતરાં કાઢવા માટે આતુર રહેશે. રાજસ્થાનની ટીમ પ્લે ઓફમાં સ્થાન મેળવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે. સંજૂ સેમસનની ટીમ વધુ એક વિજય સાથે 18 પોઇન્ટ હાંસલ કરશે જેના કારણે ટોચની ચાર ટીમોની તમામ ગણતરી તથા સંભાવનાઓમાં સ્પષ્ટતા થઈ જશે. વધુ એક વિજય રાજસ્થાનને ટોપ-2માં સ્થાન અપાવી દેશે જેના કારણે તેને ફાઇનલમાં પહોંચવા માટે બે તક મળશે. લખનઉની (+0.251) તુલનામાં રાજસ્થાનનો રનરેટ +0.304 છે. રાજસ્થાનની ટીમ ચેન્નઇના ક્લબ સ્તરના પ્રદર્શનનો ફાયદો ઉઠાવવા માગશે કારણ કે ધોનીની ટીમ તેની ગણતરી બગાડી શકવાની ક્ષમતા ધરાવે છે.
- Advertisement -
ધોનીની ટીમ રાજસ્થાનની ગણતરી બગાડી ટૂર્નામેન્ટનો વિજયી અંત લાવવા પ્રયાસ કરશે
આ સ્થિતિમાં મુકાવાના બદલે રાજસ્થાન બટલર પાસેથી વધુ એક વખત ધમાકેદાર ઇનિંગની આશા રાખશે. બટલર છેલ્લી ચાર મેચમાં 22, 30, 07 અને 02 રન બનાવી શક્યો છે. બેટ્સમેનોની યાદીમાં તે 627 રન બનાવીને મોખરાના સ્થાને છે. લેગ સ્પિનર યૂજવેન્દ્ર ચહલ 24 વિકેટ ઝડપી ચૂક્યો છે અને રાજસ્થાનની સફળતામાં તેનું પણ મોટું યોગદાન રહ્યું છે. બટલર પ્લે ઓફ પહેલાં પોતાના બેસ્ટ ફોર્મમાં આવે તેવી સુકાની સેમસન ઇચ્છા રાખશે. બેટિંગમાં ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઉપર મદાર રહેશે.