સેમ કરનનો ઓલરાઉન્ડ દેખાવ; ફિફ્ટી ફટકારી અને 2 વિકેટ પણ લીધી
ખાસ-ખબર ન્યૂઝ ગુવાહાટી, તા.16
IPL-2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં પાંચમી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ પ્લેઑફમાં પહોંચી ગયેલું રાજસ્થાન સતત ચોથી મેચ હારી ગયું હતું.
- Advertisement -
રાજસ્થાને તેના બીજા હોમ ગ્રાઉન્ડ, ગુવાહાટીમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પંજાબ તરફથી કેપ્ટન સેમ કરને 41 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. રિલી રૂસો અને જીતેશ શર્માએ 22-22 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી આવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી હતી. RR તરફથી રિયાન પરાગે 34 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. રવિચંદ્રન અશ્વિને 28 રન બનાવ્યા હતા. કેપ્ટન સંજુ સેમસન અને ટોમ કોહલર-કેડમોરે 18-18 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેપ્ટન સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરે બે-બે વિકેટ ઝડપી હતી. નાથન એલિસ અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી.