T20 ક્રિકેટ જગતમાં માત્ર 14 વર્ષના પ્લેયરે ઇતિહાસ રચ્યો!
IPL 2025માં સતત પાંચ હાર બાદ રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે ગુજરાત ટાઇટન્સ સામે જીત હાંસિલ કરી હતી. રાજસ્થાને વૈભવ સૂર્યવંશીની ફાસ્ટેસ્ટ 35 બોલની સદીના આધારે 15.5 બોલમાં બે વિકેટ ગુમાવીને 212 રન ફટકારીને 210 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. 14 વર્ષ 32 દિવસની ઉંમરે T20માં સેન્ચુરી ફટકારનાર યંગેસ્ટ પ્લેયર બનેલા વૈભવને કારણે રાજસ્યાને જયપુરમાં ગુજરાત સામે પ્રથમ જીત મેળવી હતી. તે T20 ક્રિકેટના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
- Advertisement -
ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઊતરનાર ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 બોલમાં 84 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી.
210 રનના ટાર્ગેટ સામે ઓપનિંગ જોડી યશસ્વી જાયસવાલ (40 બોલમાં 70 રન અન્નનમ) અને વૈભવ સૂર્યવંશી (38 બોલમાં 101 રન)એ રાજસ્થાન માટે હાઈએસ્ટ 166 રનની ભાગીદારી કરી હતી.પાવરપ્લેમાં રાજસ્થાન માટે હાઈએસ્ટ 87 રનનો સ્કોર પણ આ મેચમાં થયો હતો. અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માની ઓવરમાં ર6 રન અને મીડિયમ ફાસ્ટ બોલર કરીમ જન્નતની ઓવરમાં 30 રન ફટકારનાર વૈભવ વર્તમાન સીઝનની 17બોલની ફાસ્ટેસ્ટ ફિફટી પણ ફટકારી હતી.
સૌથી ફાસ્ટ સદી કરનાર ભારતીય ખેલાડી
તેણે પોતાની ઇનિંગમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા છે. તેણે 38 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ રમી છે. વૈભવે પોતાના ડેબ્યૂમાં પણ એક રેકોર્ડ સાથે શરૂઆત કરી હતી. તેણે પોતાની આઈપીએલ કારકિર્દીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી.
- Advertisement -
વૈભવ સૂર્યવંશી IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે યુસુફ પઠાણને પણ પાછળ છોડી દીધો છે, જેમણે 37 બોલમાં સદી ફટકારીને બીજા સ્થાને હતો. વૈભવ IPLના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે. નંબર 1 પર ક્રિસ ગેલ છે જેણે 30 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ સર્જ્યો છે.
એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર
વૈભવ એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. વૈભવે મુરલી વિજયની બરાબરી કરી, જેણે 2010માં રાજસ્થાન સામે CSK માટે 56 બોલમાં 127 રન બનાવ્યા હતા, જેમાં તેણે 11 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.
સપનું સાકર થયું
મેચની શાનદાર જીત પછી વૈભવે કહ્યું, “ આ મારી ત્રીજી ઈનિંગ છે અને IPLમાં મારું પહેલું શતક છે. છેલ્લાં ત્રણથી ચાર મહિનાથી હું આ માટે મહેનત કરી રહ્યો હતો અને આજે તેનું પરિપૂર્ણ પરિણામ મળ્યું છે. IPLમાં શતક ફટકારવું એ સપનાં જેવું છે.” જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું હવે બોલરો તેને નિશાન બનાવશે તેવો ભય રહે છે? ત્યારે તેણે કહ્યું, “ના, કશો ડર નથી. હું એ વિશે વિચારતો પણ નથી, બસ રમવા પર ફોકસ કરું છું અને માત્ર બૉલ પર ધ્યાન રાખું છું.”
પુત્રની સફળતા પાછળ પિતાનું બલિદાન
10 વર્ષની ઉમરે પટણામાં રોજ 600 બોલ રમતા સુર્યવંશી 16-17 વર્ષના નેટ બૉલર્સનો સામનો કરતા. તેમની તાલીમ માટે તેમના પિતા સંજીવ સુર્યવંશી ખાસ 10 વધારાના ટિફિન લાવતા. તેમની આ બધી મહેનત આજે સફળ સાબિત થઈ છે. સવારે ચાર વાગે ઉઠીને ટિફિન તૈયાર કરતી માતા પણ આજે ખુબ જ ખુશ છે.પોતાના બાળકના ક્રિકેટના સપનાને સાકાર કરવા માટે પોતાની જમીન વેચી નાખનાર સુર્યવંશી પરિવાર માટે આ હર્ષોલ્લાસની ઘડી છે.
એક પિતા પોતાના બાળકને સફળ બનાવવા માટે ગમે તે કરે છે. બિહારના સમસ્તીપુર જિલ્લાના નાના ગામ તાજપુર બ્લોકના રહેવાસી વૈભવના પિતા ખેતીકામ કરતા હતા. સમસ્તીપુર જેવા નાના શહેરમાં ક્રિકેટ જેવી રમત માટે સારી તાલીમ અને કોચિંગની સુવિધા ઉપલબ્ધ નહોતી. બાદ વૈભવને IPL મેગા ઓક્શનમાં રાજસ્થાનની ટીમે 1.1 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો. વૈભવે જે રીતે ગુજરાત ટાઇટન્સના બોલરોને ધોયા છે તે જોઈને સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજો પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.