નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં રાજસ્થાન સૌર અને પવન ઊર્જા માટે મુખ્ય આકર્ષણ બન્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશભરમાં સૌર અને પવન ઊર્જા ક્ષેત્રે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પહેલા ક્રમમાં હતું, પરંતુ તાજેતરના આંકડાઓ અનુસાર હવે રાજસ્થાન આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં રાજસ્થાનમાં 419 નવી પરિયોજનાઓ માટે રૂ. 2,69,391.46 કરોડનું રોકાણ નોંધાયું છે.ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન 459 પરિયોજનાઓમાં રૂ. 2.1 લાખ કરોડનું રોકાણ થયું, જ્યારે મહારાષ્ટ્રમાં 684 પરિયોજનાઓમાં રૂ. 2.66 લાખ કરોડનું રોકાણ નોંધાયું. નવી પરિયોજનાઓની સંખ્યાના મામલે મહારાષ્ટ્ર પહેલામાં અને ગુજરાત બીજા ક્રમે છે, જ્યારે રાજસ્થાન ત્રીજા ક્રમે છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ, દેશભરમાં સૌર અને પવન ઊર્જા ક્ષેત્રે કુલ રોકાણ નાણાકીય વર્ષ 2024-25ના અંતિમ ત્રિમાસિકમાં રૂ. 15.39 લાખ કરોડથી વધીને 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 17.41 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
- Advertisement -
રાજસ્થાનમાં રોકાણનો દર 8.3%થી વધીને 15.5% થયો છે. રાજસ્થાનની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી, ખાણકામ અને પર્યટન પર આધારિત છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યની અર્થવ્યવસ્થામાં સરેરાશ 8% વૃદ્ધિ નોંધાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રાજસ્થાનમાં ખાનગી અને આંતરરાષ્ટ્રીય રોકાણની વેગ ઝડપી રહી છે.
પ્રથમ ત્રિમાસિક 2025-26નાં આંકડા:
રાજસ્થાન: 419 નવી પરિયોજનાઓ, રોકાણ રૂ. 2,69,391.46 કરોડ
ગુજરાત: 459 નવી પરિયોજનાઓ, રોકાણ રૂ. 2.1 લાખ કરોડ
મહારાષ્ટ્ર: 684 નવી પરિયોજનાઓ, રોકાણ રૂ. 2.66 લાખ કરોડ
નવી પરિયોજનાઓની ક્રમગતિ:
મહારાષ્ટ્ર – પ્રથમ, ગુજરાત – બીજું, રાજસ્થાન – ત્રીજું
- Advertisement -
કુલ દેશવ્યાપી રોકાણ:
નાણાકીય વર્ષ 2024-25 અંતિમ ત્રિમાસિક: રૂ. 15.39 લાખ કરોડ
નાણાકીય વર્ષ 2025-26 પ્રથમ ત્રિમાસિક: રૂ. 17.41 લાખ કરોડ
રાજસ્થાનમાં વૃદ્ધિ દર: 8.3% થી 15.5%
રાજ્યની અર્થવ્યવસ્થા
અને રોકાણ:
ખેતી, ખાણકામ અને પર્યટન પર આધારિત
છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ 8% વૃદ્ધિ નોંધાઈ
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ખાનગી અને આંતરરાષ્ટ્રીય રોકાણ સતત વધતું રહ્યું