રૈયા રોડ પર ઝાલાબાપુનાં બેસણા છે અને આ જાગતી જગ્યા કહેવાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ ચરાડી ગામનાં કોઈ ઝાલાબાપુ છે. ઓહો… બાપુનાં આખા રાજકોટમાં જબરાં રોલાં પડે છે. ઝાલા પાસે 5 નંબરની સ્કોર્પિયો અને 7 નંબરની થાર છે. આ બેઉ મોડેલનો ચમત્કાર એવો છે કે, જે કોઈ તેમાં બેસે એ પોતાની જાતને રજવાડું સમજવા માંડે. બુલેટ ચલાવનારને ઘેર બે ટંક રોટલાનાં સાંસા હોય તો પણ જ્યારે એ સાયલાન્સર ફાડેલું બુલેટ ચલાવતો હોય ત્યારે તેને જબરી કિક ચડે છે. રૈયા રોડ પર ઝાલાબાપુનાં બેસણા છે અને આ જાગતી જગ્યા કહેવાય છે. ઝાલાબાપુ જો પારદર્શક કાચ રાખે કે નિયમ મુજબ ચાલે તો એ તેમની શાનમાં ગુસ્તાખી ગણાય- એટલે તેમણે કોલસાં જેવા કાળા કાચ રાખ્યા છે. તેઓ જો નિયમ મુજબની નંબર પ્લેટ રાખે તો પંજા અને સત્તા માટે બાપુએ મોટાં રૂપિયા ચૂકવ્યા છે એ કેવી રીતે સાબિત થાય? બાપુની શાનમાં આંચ આવવી ન જોઈએ, રાજકોટ પોલીસનું નાક ભલે કપાઈ જાય…