આગોતરું વાવેતર અને કાપણી કરેલાં પાક માટે ખેડૂતોએ કાળજી લેવી
3થી 5 ઇંચ વરસાદની સંભાવના
- Advertisement -
લૉ પ્રેસર સર્જાતાં જૂનાગઢ જિલ્લાના વાતવરણમાં પલટો આવ્યો
વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 34 ડિગ્રી તાપમાનમાંથી રાહત મળશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
સોરઠ પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે આગામી તારીખ 26 – 27 અને 28ના રોજ વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના લીધે જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ વિસ્તારમાં 3 થી 5 ઇંચ વરસાદ પાડવાની સંભાવના સેવાઈ રહી છે.ત્યારે આ વરસાદનો છેલ્લો રાઉન્ડ જોવા મળશે ત્યાર બાદ વિધિવત ચોમાસાની ઋતુની વિદાઈ માનવામાં આવે છે ત્યારે આગામી બે ત્રણ દિવસ વરસાદ પડવાને લીધે ખેડૂતોએ પણ પાક સંરક્ષણ માટે ખાસ તકેદારી રાખવા હવામાન વિભાગે ખાસ સૂચનાઓ આપેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી હવામાન વિભગના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, લોપ્રેસર સાઈક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા આગામી ગુરુવાર, શુક્રવાર અને શનિવાર તેમજ રવિવાર સુધી વાતારવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં જૂનાગઢ જિલ્લા સહીત સોરઠમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ પાડવાની પુરી સંભાવના જોવા મળે છે.તેની સાથે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ પણ હોવાની શક્યતા છે.ત્યારે હાલ 34 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે જેના લિધે લોકો અકળાઈ ઉઠ્યા છે
- Advertisement -
જયારે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાયા બાદ ગરમી માંથી રાહત મળશે અને ત્યાર બાદ આગામી દિવસોમાં ધીરે ધીરે શિયાળાના ઋતુનો એહસાસ જોવા મળશે. કૃષિ હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે વધુ જણવ્યું હતું કે, જે ખેડૂતોએ આગોતરૂ વાવણી કરી હોઈ તેની કાપણી કાર્ય ઝડપથી પૂર્ણ કરી લેવું જોઈએ અને ઉત્પાદન થયેલ પાકને સુરક્ષિત જગ્યા પર સંગ્રહ કરી લેવો જોઈએ જેના લીધે તૈયાર થયેલ ખેતી પાક બચી શકે તેમજ જે ખેડૂતોએ ચોમાસાની સાઇઝનમાં પાછોતરું પાકનું વાવેતર કર્યું હોય અને હાલ ખેતી પાકને પિયત આપતા હોય તેવા ખેડૂતોએ પિયત મોકૂફ રાખવું જોઈએ કારણ કે આગામી બે દિવસ બાદ વરસાદી માહોલ સર્જાશે અને 3 ઇંચથી વધુ વરસાદ પાડવાની સંભાવના છે જેના લીધે ખેતી પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને ખેતી પાકને ફાયદો થશે તેમ જણાવ્યું હતું.
સોરઠ પંથકમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ જોવા મળશે
જૂનાગઢ જિલ્લા સહીત સમગ્ર સોરઠ પંથકમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી ચુક્યો છે અને તમામ ડેમો પાણીથી ભરાય ગયા છે જેમાં અનેક ડેમો બે થી ત્રણ વાર ઓવરફ્લો પણ થયા છે.ત્યારે હવે ચોમાસાની વિદાય જોવા મળી રહી છે અને આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હોવાની શક્યતા છે.ત્યારે સોરઠ પંથકમાં ચોમાસાની સીઝનમાં સારા એવો વરસાદ પડી ચુક્યો છે.જેના લીધે ઘેડ પંથકમાં પણ ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકશાની જોવા મળી છે.ત્યારે હવે ચોમાસાની સીઝનનો છેલ્લો વરસાદનો રાઉન્ડ હોય તેના લીધે ખેડૂતોએ પણ પોતાના પાક સંરક્ષણ માટે આગામી દિવસો માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.