ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સવારથી જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે અને ધીમીધારે વરસાદનું આગમન થયું છે જોકે વિરામ બાદ ફરી વરસાદ શરુ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે શહેરમાં વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા વરસાદી માહોલ સર્જાતા ગરમીથી લોકોને રાહત મળી છે.
- Advertisement -
હવામાન વિભાગની આગાહી બાદ આજે ફરી વાતાવરણ બદલાયું જોવા મળ્યું હતું અને સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલ જોવા મળ્યું હતું અને ત્યાર બાદ વરસાદ શરુ થયો હતો ત્યારે શહેરના અનેક ભાગોમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા અને અનેક જગ્યા ધીમીધારે વરસાદ શરુ થયો હતો વરસાદની શરૂઆત થતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી જોકે આગાહી પ્રમાણે હજુ આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે.