ખાસ-ખબર સંવાદદાતા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવી છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે 74 લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકોને બચાવી લેવાયા છે.
હિમાચલમાં ભૂસ્ખલન વિસ્તારોમાં ગઉછઋની ટીમ સતત તૈનાત છે અને રાહત અને બચાવ કાર્યમાં ચાલુ છે. જૂનથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં કુદરતી આફતોના કારણે 330થી પણ વધુ લોકોના મોત થયા છે. વરસાદના કારણે રાજ્ય સરકારને 7700 કરોડથી વધુનું નુકસાન થયું છે. શિમલા પર સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત છે.
- Advertisement -
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ માટે ઈંખઉએ હિમાચલના 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં ગઈકાલે 65 મકાનો ધરાશાયી થયા અને 271ને નુકસાન થયું હતું. આ સાથે જ પ્રદેશના 875 રસ્તાઓ બંધ છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.