રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ ભાદર ડેમ પર ૧૧ મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી ૨૦.૭૦ ફૂટ, મોજ ડેમ પર ૫ મી.મી. વરસાદ સાથે ૩૬.૮૦ ફૂટ, ફોફળ ડેમ પર ૧૪ મી.મી. વરસાદ સાથે ૦૮.૨૦ ફૂટ, વેણુ -૨ ડેમ ૧૪.૯૦ ફૂટ, આજી – ૧ ડેમ ૧૫.૯૦ ફૂટ, આજી – ૨ ડેમ ૨૯.૬૦ ફૂટ, આજી – ૩ ડેમ ૨૧.૧૦ ફૂટ, સોડવદર ડેમ ૧૧.૬૦ ફૂટ, સુરવો ૪.૪૦ ફૂટ, ગોડલી ડેમ પર ૫૦ મી.મી. વરસાદ સાથે ૩.૭૦ ફૂટ, વાછપરી પર ૪૫ મી.મી. વરસાદ, વેરી ડેમ પર ૧૫ મી.મી. વરસાદ સાથે ૭.૮૦ ફૂટ, ન્યારી -૧ ડેમ જીવંત જળ સપાટી ૧૭.૧૦, ન્યારી – ૨ ડેમ ૧૧.૫૦ ફૂટ, મોતીસર ડેમ ૧૨.૧૦ ફૂટ, ફાડ્દંગબેટી ડેમ ૦.૩૦ ફૂટ, ખોડાપિપર ડેમ ૦૧.૧૦ ફૂટ, લાલપરી ૧૦ ફૂટ, છાપરાવાડી -૧ ૧૧.૨૦ ફૂટ, છાપરાવાડી -૨ મા ૩૩ મી.મી. વરસાદ સાથે ૧.૧૦ ફૂટ, ઈશ્વરીયા ૧૦ મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી ૪.૯૦ ફૂટ, ભાદર – ૨ ડેમમાં ૧૨ મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી ૧૧.૦૦ ફૂટ, કર્ણકી જીવંત જળ સપાટી ૧૦.૫૦ ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૩૩.૦૭ % પાણી (૭૦૫૧ મી.ક્યુ. ફીટ) પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.



