સમગ્ર દેશમાં ગરમીનું કાળઝાળ મોજુ ફરી વળ્યું છે અને આ વર્ષે અનેક વિસ્તારોમાં ગરમીએ રેકોર્ડ પણ તોડયો છે ત્યારે હવે ચોમાસુ કેરળથી વધુ નજીક આવ્યાના સંકેત મળ્યા છે. કેરળનું કોચી શહેર ભારે વરસાદથી પાણી પાણી થયું છે. તો ચેરાપુંજીમાં ર6 ઇંચ વરસાદ વરસી ગયો છે.
ભારે ગરમી વચ્ચે આ વખતે ચોમાસુ વહેલુ અને સારૂ રહેવાની આગાહી કરવામાં આવી છે. દિલ્હી સહિત પૂરા ઉતર ભારતમાં આકાશમાંથી અગ્નિ વરસે છે, લુ એ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. તે દરમ્યાન હવામાન વિભાગે આ એ ઠંડક ભરી માહિતી જારી કરી છે.
- Advertisement -
આઇએમડીના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ મોન્સુન પૂર્વાનુમાન મુજબ 1 જુનથી એટલે કે બે દિવસ પહેલા કેરળના કાંઠા સુધી પહોંચ્યુ છે. આજે ચોમાસાનું આગમન સત્તાવાર રીતે થઇ શકે છે. કેરળમાં સારો વરસાદ વરસવાની આગાહી છે.
પૂર્વોત્તર ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ થઇ શકે તેમ છે. 24 કલાકમાં કેરળ સહિતના આ રાજયોમાં સારો વરસાદ શરૂ થશે. લક્ષદ્વીપ, અંડમાન-નિકોબાર ટાપુ, સિકકીમમાં પણ ચોમાસાનો વરસાદ શરૂ થવા શકયતા છે.
દરમિયાન દિલ્હી એનસીઆરમાં આજે પણ ભારે પવન સાથે લુ વરસી રહી છે. જોકે હવે થોડા દિવસોમાં લુમાંથી રાહત મળે તેમ છે. ગઇકાલે હળવા વરસાદના કારણે તાપમાન ઘણુ ઠંડુ પણ પડયું હતું. હવામાન વૈજ્ઞાનિકો કહે છે કે, આ વખતે બંગાળની ખાડી અને બાંગ્લાદેશમાં આવેલા રેમલ તોફાનના કારણે ચોમાસાની પ્રક્રિયા ઝડપી બની ગઇ હતી. તેઓ કહે છે કે આ ચક્રાવાતે મોન્સુનના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધી છે. જેના કારણે ચોમાસુ જલ્દી આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અગાઉ જ 15 મેથી 30 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રીની આગાહી કરી દીધી હતી.
- Advertisement -



