જૂનાગઢ કૃષિ યુનિ.માં વર્ષા વિજ્ઞાન મંડળનો પરિસંવાદ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં વર્ષા વિજ્ઞાન મંડળનો પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં 48 જેટલા આગાહીકારો હાજર રહ્યાં હતાં. ચાલુ વર્ષે ચોમાસું કેવું રહેશે ? તેનો વરતારો રજુ કર્યો હતો. પરિસંવાદમાં આવેલા આગાહીકારોનાં મતે ચાલુ વર્ષે 12 થી 14 આની વરસાદ થશે.તેમજ 8 જૂનથી વરસાદ થવાની સંભાવના વ્યક્રત કરાઇ છે. આ અંગે ડો.જી.આર.ગોહિલે કહ્યું હતું કે, છેલ્લા 28 વર્ષથી કૃષિ યુનિવર્સીટી દ્વારા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કરવામાં આવે છે. જેમાં જુદા જુદા આગાહીકારો વરસાદનો વરતારો કરતા હોય છે. 60 થી 70 ટકા આગાહી સાચી પડતી હોય છે. આગાહીકારોનાં વરતારા મુજબ ચાલ વર્ષે 12 આની વરસાદ થશે. તેમજ જુલાઇ અને ઓગસ્ટમાં વધુ વરસાદ પડશે. વરસાદ અનિયમીત રહેવાની સંભાવનાં છે. તેમજ આગાહી કાર રમણીકભાઇ વામજાએ કહ્યું હતું કે, જુલાઇમા અતિવૃષ્ટી થશે. દરિયાઇ પટ્ટીમાં સારો વરસાદ થશે. તેમજ પાછતરો વરસાદ થવાની શકયતા છે.