સારા વરસાદના લીધે પાંચ ડેમો છલોછલ ભરાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની હેલી યથાવત જોવા મળી છે જેમાં ગઈકાલ અને રાત્રી દરમિયાન વધુ 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે જયારે આજે સવારથી છૂટાંછવાયાં વરસાદી ઝાપટા સાથે પવન ફુકાય રહ્યો છે.
- Advertisement -
હવામાન વિભાગની આગાહીના પગલે હજુ બે ત્રણ દિવસ હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે ગત રોજ દિવસ દરમિયાન અને રાત્રી સમયે જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો જેમાં ભેસાણમાં વધુ 3 ઇંચ વરસાદ સાથે વિસાવદરમાં અઢી ઇંચ તેમજ વંથલી અને મેંદરડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જયારે જૂનાગઢમાં પણ ધીમીધારે વરસાદી વરસતા લોકોએ ઠંડકનો એહસાસ કર્યો હતો જયારે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં સારોએવો વરસાદ વરસતા પાંચ ડેમ છલો છલ થયા હતા. ઉપરવાસમાં સારા વરસાદને લીધે જૂનાગઢના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતો આણંદપુર ડેમ ઉપરાંત ઓઝત શાપુર, ઓઝત વંથલી, ઉબેણ વિયર કેરાળા અને ઓઝત વીયર ટીકર ડેમ ઓવરફલો થતા નદીઓમાં પુર આવ્યા હતા અને આ ડેમો નીચે આવતા રપ ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સુચના અપાઇ હતી.


