ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા દસેક દિવસથી વલસાડ નવસારી ડાંગ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને બાકીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડા બાદ હવે આવતીકાલથી વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂરો થાય તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પોરબંદર જુનાગઢ નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. તે સિવાયના રાયના અન્ય વિસ્તારોમાં છૂટા છવાયા જાપટાથી હળવો વરસાદ પડશે. પરંતુ આવતીકાલથી રાયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ પૂરો થશે.
અરબી સમુદ્રમાં નોર્થ ઈસ્ટ દિશામાં ઉદભવેલું લો પ્રેસર કર્ણાટક અને આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું હતું પરંતુ તે વેલમાર્ક લો પ્રેસરમાં તબદિલ થયા બાદ તુરત જ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને તેના કારણે ભારે વરસાદની શકયતા ઘટી ગઈ છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફુકાવાની શકયતાના કારણે બંદરો પર ત્રણ નંબરના સિલ લગાવી દેવાયા છે. હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી પણ શકયતા છે.
વરસાદનું જોર આમ તો આજથી જ ઘટી ગયું છે. આજે સવારે છ થી આઠ વાગ્યા દરમ્યાન પ્રથમ બે કલાકમાં સમગ્ર રાજ્યના માત્ર 26 તાલુકામાં વરસાદ થયો છે અને તેમાંથી એક પણ તાલુકામાં પૂરો અડધો ઈંચ પણ પાણી પડું નથી. માત્ર સામાન્ય ઝાપટા પડા છે. જોકે આજે સવારથી દાહોદ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ બોટાદ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘાવી વાતાવરણ બરાબર જામ્યું છે. પરંતુ સિસ્ટમનો સપોર્ટ ન હોવાના કારણે ભારે વરસાદની સંભાવના નથી.