પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, ગુજરાતમાં પડી રહેલા વ્યાપક અને ભારે વરસાદની સ્થિતિનો મેળવ્યો તાગ. તમામ જરૂરી મદદની આપી ખાતરી
ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો જળબંબાકારની સ્થિતિ છે તો કેટલાક વિસ્તારોમાં દરિયાઈ પાણી ઘૂસી આવ્યાના પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે. અમદાવાદની વાત કરવામાં આવે તો રવિવારે પડેલા વરસાદને પગલે મોટાભાગના વિસ્તારોમાં કેડ અને ઢીંચણા સમાણા પાણી ભરાયા હતા ત્યારે વિકટ સ્થિતિનો તાગ મેળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટૅલિફોનિક વાતચીત કરી હતી.
- Advertisement -
પરિસ્થિતિનો મેળવ્યો તાગ
CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં પાછલા 48 કલાકમાં જે ભારે વરસાદ વરસ્યો છે તેની અને તેને પરિણામે ઊભી થયેલી સ્થિતિની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને સંપૂર્ણ વિગતો આપી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી વિકટ પરિસ્થિતી અંગેની વિગતો મેળવીને વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી.
- Advertisement -
— CMO Gujarat (@CMOGuj) July 11, 2022
પ્રધાનમંત્રીએ જરૂરી તમામ મદદની આપી ખાતરી
પ્રધાનમંત્રીએ આ વરસાદી સ્થિતીને પહોચી વળવા NDRF સહિતની તમામ જરૂરી મદદ માટે કેન્દ્ર સરકાર રાજ્યના વરસાદ અસરગ્રસ્તોની પડખે હોવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી ખૂદ રાખી રહ્યા છે સમગ્ર સ્થિતિ પર નજર, કોઈ ચિંતા કરવાની જરૂર નથી : મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
અમદાવાદમાં તેમજ સમગ્ર રાજ્ય (Gujarat) માં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મહેસૂલ મંત્રી ગાંધીનગરના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓએ વરસાદની સ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, ‘વરસાદને લઇને અમદાવાદની જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તમને જણાવી દઉં કે જ્યારે અનરાધાર વરસાદ પડે ત્યારે કોઇ પણ શહેર હોય એ પાણી-પાણી થઇ જાય. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ. તકલીફ તો પડે, વરસાદ ન હોય તોય તકલીફ પડે અને વરસાદ પડે તોય તકલીફ પડે અને વધારે વરસાદ પડે ત્યારે ઘણીવાર વધારે તકલીફ પડતી હોય છે. પરંતુ તંત્રની ફરજ છે કે તંત્ર સજાગ છે કેમ. પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે CM સાહેબે પોતે બધાને સૂચના આપી છે.’
Prime Minister Narendra Modi had a telephonic conversation with Gujarat CM Bhupendra Patel to enquire about the dire situation created by widespread and heavy rains in the state: Gujarat CM PRO
(File photos) pic.twitter.com/1jSLi3rX9L
— ANI (@ANI) July 11, 2022
ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યના અનેક ભાગમાં 10થી 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો વળી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 5થી 10 ઇંચ સુધી વરસાદ પદે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આજે સાંજ સુધીમાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ સુધીમાં વલસાડ, નવસારી, નર્મદા, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો તા.12 અને 13 જૂલાઇએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે.
ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે
રાજ્યમાં હાલ ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે છે. આ સાથે ભારે વરસાદથી નદી-નાળામાં ભારે પુર આવવાની પણ સંભાવના છે. જેને લઈ સંબંધિત કલેક્ટરોએ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.