આયોજકોનું તલવાર અર્પણ કરીને સન્માન; મેગા ફાઇનલની તારીખ બદલાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોકડી પાસે વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝન આયોજિત સોનમ નવનાત રાસોત્સવમાં આઠમું નોરતું જામ્યું હતું.
ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ ભારે ઉત્સાહ અને જોશ સાથે ગરબે ઘૂમ્યા હતા. આઠમા નોરતે ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને ઇનામ આપ્યા હતા.
આ રાસોત્સવની સુંદર ભેટ આપવા બદલ રાજુભાઈ લોઢીયા (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા) દ્વારા તલવાર અર્પણ કરીને આયોજકોનું સન્માન કરાયું હતું.
- Advertisement -
મહત્વની જાહેરાત: સોનમ રાસોત્સવની મેગા ફાઇનલ હવે આજને બદલે તારીખ 4થીએ સાંજે 5:30 વાગ્યાથી તે જ ગ્રાઉન્ડ પર રમાશે. સોનમ ગરબાના પાસ હોલ્ડરો તારીખ બીજીએ આ ગ્રાઉન્ડ પર રમાનારા અકિલા બેસ્ટ ઓફ ધ બેસ્ટમાં પણ રમી શકશે