રૂ.40 કરોડનાં ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવાનું જાહેર: રેલવે ક્રોસિંગના લીધે દૈનિક અવરજવર કરતા 5000 દર્દીઓ-વાહનચાલકોની મુશ્કેલી દૂર થશે
માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં 40 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરતા કુલ સાત પાર્ટીઓ મેદાનમાં આવી હતી, તેમાંથી કળથીયા ક્ધસ્ટ્રક્શનને આ કામ સોંપવામાં આવેલું છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ એઈમ્સ હોસ્પિટલે જવું હોય તો પરાપીપળિયા ગામની ફાટક પાર કરવી પડે. જેના લીધે દર્દી તથા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ એઇમ્સ હાલ જામનગર રોડ ઉપર પરાપીપળીયામાં સ્થિત છે. રાજકોટથી એઈમ્સ હોસ્પિટલ જતા દર્દીઓ તેમજ આસપાસના ગ્રામજનોને પરાપીપળીયાનું રેલવે ક્રોસિંગ કાયમ નડે છે, જેને લીધે દર્દીઓને તેમજ ગ્રામજનોને પારાવાર મુશ્કેલી ભોગવી પડે છે. ત્યારે હવે લોકોની આ મુશ્કેલી દૂર થશે.
રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટથી એઇમ્સ હોસ્પિટલ જવાના માર્ગ ઉપર રૂ.40 કરોડનાં ખર્ચે રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. 1000 મીટર લાંબો અને 17.17 મીટર પહોંળો ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્રણ મહિના બાદ બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ થશે અને ત્યારબાદ 18 મહિનામાં રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ તૈયાર થઈ જશે. આ બ્રિજ બનતાની સાથે જ રાજકોટથી અઈંઈંખજ ઉપરાંત પરાપીપળીયા, આણંદપર અને ખંઢેરી દૈનિક જતા અને આવતા અંદાજે 5000થી વધુ લોકોને ફાયદો થશે.
- Advertisement -
બ્રિજ બનતા અંદાજે 18 મહિનાનો સમય થશે આ ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરી ત્રણ મહિના બાદ શરૂ થઈ જશે. તે માટે ડાયવર્ઝન પણ આપવામાં આવશે. ઓવરબ્રિજની લંબાઈ 1000 મીટર જેટલી છે, જ્યારે પહોળાઈ 17.17 મીટર છે. છઈઈથી આ બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ બનતા અંદાજે 18 મહિના જેટલો સમય થશે. એટલે કે, માર્ચ, 2027થી આ ઓવરબ્રિજ તૈયાર થઈ જશે અને તેનાથી રાજકોટથી એઇમ્સ તેમજ આસપાસના ગામોના 5000થી વધુ લોકોને ફાયદો થશે.
રેલવે ઓવરબ્રિજ પાછળ 40 કરોડનો ખર્ચ થશે રાજકોટ શહેરની ભાગોળે આવેલ એઈમ્સ હોસ્પિટલ જવા માટે હાલમાં રાજકોટ-જામનગર રોડ ઉપર પરાપીપળીયા રેલવે ફાટક તરફના રસ્તા ઉપરાંત મોરબી બાયપાસ ઉપરથી બે મુખ્ય રસ્તા શરૂ કરવામાં આવ્યા છે. જો કે, જામનગર રોડ તરફથી એઇમ્સ જવા માટે રેલવે ફાટક નડતરરૂપ હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરાપીપળિયા નજીક રેલવે ઓવરબ્રિજ બનાવવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં 40 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરતા કુલ સાત પાર્ટીઓ મેદાનમાં આવી હતી. જોકે તેમાંથી કળથીયા ક્ધસ્ટ્રક્શનને આ કામ સોંપવામાં આવેલું છે.



