કોલેજિયન છાત્ર સહિત બંને કેરિયર તરીકે કામ કરતાં હતા
શંકાસ્પદ હિલચાલ કરતાં નજરે પડતાં દબોચી લીધા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી માટે લાંબા અંતરની ટ્રેનનો ઉપયોગ થતો હોય છે ત્યારે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર શંકાસ્પદ હિલચાલ કરતાં બે શખ્સોને સકંજામાં લઈ બેગ ચેક કરતાં 6 કિલો ગાંજો મળી આવતા બંનેની ધરપકડ કરી હતી.
રાજકોટ રેલવે એલસીબી પીઆઇ એચ એમ રાણા અને પીએસઆઈ જયુભા પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પ્લેટ ફોર્મ નં.1 પર અમૂલ સ્ટોલ પાસે મૂસાફરોની ભીડમાં બે યુવાન કોલેજ બેગ લઇ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેમને રોકી તેમની પાસે રહેલ બેગમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો હોવાનું જણાવા મળ્યુ હતું. જે બાદ પોલીસે બંન્ને શખ્સોને અટકાયતમાં લઇ રેલવે એલસીબીની કચેરી ખાતે લઇ જઇ તપાસ કરતા આરોપી રાશીકા ફૂલચાંદ ગોપની બેગમાંથી 2 કિલો 820 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે બીજા આરોપી પુરષોતમ ગુરુ ગોપની બેગમાંથી 3 કિલો 130 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે બંન્ને શખ્સોની ધરપકડ કરી કુલ 5 કિલો 950 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી બંન્ને વિરોધ ગઉઙજ એક્ટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી.
- Advertisement -
પોલીસ પૂછપરછમાં બંન્ને આરોપી મૂળ ઝારખંડના અને હાલ મોરબીના રંગપર ગામે રહી સીરામીકના કારખાનામાં કામ કરતા હોવાનું અને આ ગાંજાનો જથ્થો તેમના વિસ્તારમાં રહેતા મસ્તાન નામના શખસે આપ્યો હોવાનું અને ઝડપાયેલા બંને શખસો ગુજરાતમાં કેરીયર તરીકે ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થો કોને આપવાનો હતો તે અંગે બંને શખસો કોઇ જવાબ આપતા ન હોવાથી પોલીસે રીમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે.