રાજ્યના પ્રથમ મેમુ ટ્રેન ઓટોમેટીક વોશ સિસ્ટમથી વર્ષે રેલવેને રૂ. 26. 45 લાખની બચત થશે
શહેરના નવાયાર્ડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડ પાસે આવેલા મેમુ શેડમાં ઓટોમેટીક ટ્રેન વોસ સિસ્ટમનો પ્રારંભ થયો છે. રાજ્યના પ્રથમ મેમુ ટ્રેન ઓટોમેટીક વોશ સિસ્ટમથી વર્ષે રેલવેને રૂ. 26. 45 લાખની બચત થશે. સિસ્ટમ 20% નવા પાણીનો ઉપયોગ કરશે. જ્યારે 80% પાણી રિસાયકલ થયેલું વપરાશે. આ સિસ્ટમથી રોજ 240 કોચ ધોઈ શકાશે. આ સિસ્ટમથી કોચની બહાર ની સાઈડ પર કલર અને અન્ય પ્રિન્ટિંગ નું નુકસાન થતું અટકશે તેમજ ડિટરજન્ટ પાઉડરની પણ બચત થશે.
રેલવે દ્વારા પ્રાથમિક તબક્કે રોજના ત્રીસ કોચ ધોવાની ગણતરીએ એક કોચ પાછળ 210 લિટર પાણી બચશે .આ મુજબ વર્ષે 22,99,500 લીટર પાણી બચાવશે. આવી જ રીતે અત્યારની પદ્ધતિથી એક કોચ ધોવા પાછળ રૂપિયા 588 ખર્ચ થાય છે. જ્યારે નવી સિસ્ટમથી 281 રૂપિયા ખર્ચ થશે. જે મુજબ વર્ષે રૂપિયા 26,45,082 બચાવશે.