પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલાના નેતૃત્વમાં સભાસદો અવાજ ઉઠાવશે
24 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે રેલનગર સોસાયટીના કોમન પ્લોટ આનંદ સ્કૂલની બાજુમાં મીટિંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.00
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલાએ જણાવ્યુ છે કે, રેલનગર કો. ઓ. હા. સોસાયટીના ગેરકાયદેસર એટલે કે કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર બની બેઠેલા પ્રમુખ કિશોરસિંહ મંગળસિંહ સોઢા વિરુધ્ધ સોસાયટીના સભાસદોમાં ભારે અસંતોષ પ્રવર્તો હતો તે વાત મારા ધ્યાન પર આવતા માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતીના આધારે ધ્યાનમાં આવ્યુ કે, વર્તમાન પ્રમુખ કિશોરસિંહ સોઢાના પિતા મંગળસિંહ સોઢા સોસાયટીની સ્થાપનાકાળથી આજીવન પ્રમુખ રહ્યા તેમના અવસાન બાદ સીધા જ કોઈપણ પ્રકારની કાયદેસરની પ્રક્રિયા જેવી કે સાધારણ સભા બોલાવીને વ્યવસ્થાપક કમિટીના મેમ્બર નક્કી થાય ત્યારબાદ વ્યવસ્થાપક કમિટી મેમ્બર હોય તેમાંથી જ પ્રમુખની નિમણૂંક થઇ શકે તેવી કોઇ જ પ્રક્રિયાને અનુસર્યા વગર સીધા જ મનસ્વી રીતે સભાસદોની જાણ બહાર પ્રમુખ બની બેઠા છે. માહિતી અધિકાર હેઠળ સોસાયટીના ઓડિટ મેમોમાં માંગેલ વ્યવસ્થાપક કમિટીની મીટિંગના હાજરીપત્રક મુજબ તા.10/01/2017ના રોજ સીધા જ પ્રમુખ તરીકે કિશોરસિંહ સોઢાને દર્શાવ્યા છે. તે પહેલાની સોસાયટીની વ્યવસ્થાપક કમિટીની છેલ્લી મીટિંગના ઓડિટ મેમોના હાજરી પત્રક મુજબ 06/11/16ના રોજ મળેલ તેમાં પ્રમુખ તરીકે મંગળસિંહ સોઢા દર્શાવ્યુ છે. એ મીટિંગમાં કિશોરસિંહ સોઢા વ્યવસ્થાપક કમિટીના મેમ્બર પણ ન હતા. મંગળસિંહ સોઢાના અવસાન બાદ મળેલ પ્રથમ મીટિંગમાં સીધા જ કિશોરસિંહ સોઢા પ્રમુખ તરીકે આવી ગયા છે. જે નિયમો વિરુધ્ધ છે.કિશોરસિંહ સોઢાના સોસાયટીના પ્રમુખ તરીકેના મનસ્વી વલણથી નારાજ હોય તેવા લોકોને પ્રમુખ વિરુધ્ધ લડત કરવા આહવાન કરતી એક પત્રિકા રેલનગર સોસાયટીના ઘરે ઘરે વિતરણ કરી અને તે પત્રિકા વાંચીને અનેક સભાસદોએ રાજભાનો સંપર્ક કરીને પ્રમુખની જોહુકમી વિરુધ્ધ રજૂઆત કરી અને સોસાયટીમાં સભાસદના નામ ટ્રાન્સફર બાબતે પણ સોસાયટીએ ઠરાવ કરેલી રકમ ઉપરાંતની રકમ પ્રમુખને આપવામાં આવે તો જ નામ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે તેવી પણ અનેક રજૂઆતો આવી હતી. સોસાયટીના જ અમુક સભાસદોની લાગણી હતી કે સોસાયટીના પ્રમુખની જોહુકમીનો ભોગ ઘણાં સભાસદો બન્યા છે પરંતુ કાયદાકીય અજ્ઞાનતાને કારણે પ્રમુખની દાદાગીરી સહન કરીને બેઠા છે તે વાતને ગંભીરતાથી લઈને રાજભાએ સભાસદોને આશ્વસ્થ કર્યા અને જણાવ્યુ કે, હું રાજભા પ્રમુખ વિરુધ્ધની તમામ કાયદેસરની લડતની આગેવાની લેવા માટે તૈયાર છું. સોસાયટીના સભાસદોની મીટિંગ યોજો તે અનુસંધાને આગામી રવિવારે સાંજે 5:00 વાગ્યે સોસાયટીના કોમન પ્લોટ આનંદ સ્કૂલની બાજુમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે
સભાસદના નામ ટ્રાન્સફરમાં નિયત રકમ કરતા વધુ રૂપિયા લેતા હોવાના અનેક સભાસદોનો આક્ષેપ
આ પત્રિકાનું રેલનગરમાં ઘરે ઘરે વિતરણ
- Advertisement -
કિશોરસિંહ સોઢા વ્યવસ્થાપક કમિટીના મેમ્બર ન હતા તેમ છતા પણ સોસાયટીના પ્રમુખ બની ગયા
સૌપ્રથમ સાધારણ સભા બોલાવવામાં આવે છે અને વ્યવસ્થાપક કમિટીના મેમ્બર નક્કી કરવામાં આવે છે ત્યારબાદ વ્યવસ્થાપક કમિટી મેમ્બર હોય તેમાંથી જ કોઇ એકની પ્રમુખની નિમણૂંક કરવામાં આવે છે. પરંતુ રેલનગર કો. ઓ. હા. સોસાયટીના પ્રમુખ મંગળસિંહ સોઢાનું અવસાન થતા કિશોરસિંહ સોઢા પ્રમુખ બની ગયા. સૌથી મહત્વનું એ છે કે તે વ્યવસ્થાપક કમિટીના મેમ્બર પણ ન હતા.