વાહન ચાલકોને અકસ્માતનો ભય
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીક શાપુર – નાના કાજલિયાળાને જોડતી ઓઝત નદી પરની રેલીંગ છેલ્લા 1 વર્ષથી તૂટેલ હાલતમાં હોય આ પુલ પરથી પસાર થતા લોકોમાં મોરબીની જેમ ગમે ત્યારે અકસ્માતનો ભય સર્જાયો છે મોરબીમાં બનેલ કરુણ ઘટનામાંથી તંત્ર કોઈ બોધપાઠ લેતું ન હોય તેમ શાપુર ઓઝત નદી પરના પુલ પર અનેક ગામડાના લોકો તેમજ વાહન ચાલકો અવરજવર કરે છે આ પુલ પરની રેલીંગ 1 ઘણા સમયથી તૂટેલ હાલતમાં હોય આ અંગે અવારનવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને માત્ર સિમેન્ટની થેલીની આડસ મૂકી સંતોષ માની લીધો છે આ પુલ પરથી ભૂતકાળમાં પણ અવારનવાર અકસ્માતના નાના મોટા બનાવો બની ચુક્યા છે.
- Advertisement -
ઓઝત વિયર ડેમના નવીનીકરણ વખતે આ પુલ પરની રેલીંગના નવા કામને બદલે જૂની રેલીંગ ને કલરકામ કરી કામગીરી કરવામાં આવી હતી આ પુલ ભયજનક હાલતમાં હોય મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી અનુભવાય છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોરબી જેવી કોઈ દુર્ઘટના સર્જાશે તો આ તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ લોકોમાં થઈ રહ્યો છે.