સ્થાનિક પોલીસના દરોડામાં 1.15 લાખ રૂપિયાનો દેશી દારૂ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ મથકના વિસ્તારમાં સ્થાનિક પોલીસે બે સ્થળો પર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઇ 1.15 લાખ રૂપિયાનો મુદ્દા માલ સપ્ત કર્યો હતો. સાથે જ હાજર નહીં મળી આવે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો નાની મોલડી પોલીસ મથકનો સ્ટાફ ડાકવડલા ગામ નજીક પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ડાક વડલા ગામે આવેલા ત્રિવેણી ઠાંગા ડેમના કિનારે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે દરોડો કરી બે ભઠ્ઠી ઝડપી પાડી હતી જેમાં પ્રથમ દેશી દારૂની ભઠ્ઠી પરથી પ્લાસ્ટિકના 8 બેરલમાંથી 1600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત 40,000 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો જ્યારે અન્ય એક ભઠ્ઠી પરથી પ્લાસ્ટિકના 15 બેટલમાંથી ત્રણ હજાર લિટર દેશી દારૂનો આથો કિંમત 75,000 રૂપિયાનો જપ્ત કરી હાજર નહિ મળી આવેલ પોલાભાઈ ધીરુભાઈ ખાચર તથા મેહુલભાઈ રાજાભાઈ મકવાણા બન્ને રહે: ખાટડી વાળા વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



