-નોટો ગણવા માટે મશીન મંગાવવા પડયા: પટણા, મોહનિયા, બેતિયામાં વિજીલન્સની કાર્યવાહી
મોહનિયાના એસડીએમ સત્યેન્દ્રપ્રસાદના જુદા જુદા ત્રણ ઠેકાણાઓમાં વિજીલન્સ ટીમે દરોડો પાડતા આવક કરતા 150 ગણી સંપતિ મળી આવી હતી. વિજીલન્સ ટીમને નોટો ગણવા માટે મશીન મંગાવવી પડી હતી.
- Advertisement -
આ દરોડા કાર્યવાહીમાં વિજીલન્સ ટીમને દોઢ કરોડનું મકાન, 25 લાખ રૂપિયાની બેન્ક બેલેન્સ 25 લાખ રૂપિયાનું એલઆઈસીમાં રોકાણ સહિતના રોકાણોનો પતો લાગ્યો હતો, આ ઉપરાંત સોના-ચાંદીનાં ઘરેણા અનેક ઈલેકટ્રોનીક ગેજેટ પણ જપ્ત થયા હતા. અત્યાર સુધીની કાર્યવાહીમાં એસડીએમની કાયદેસરની કમાણીથી દોઢસો ગણી ગેરકાયદે સંપતિના પ્રમાણ મળ્યા છે.
એવીયુએ સત્યેન્દ્ર પ્રસાદ સામે ગેરકાનુની અને અનૈતિક રીતે 84.25 લાખ રૂપિયાની સંપતિ એકત્ર કરી હોવાનો કેસ કરીને કોર્ટ પાસે દરોડાની મંજુરી માંગી હતી. કોર્ટની મંજુરી બાદ એસડીએમના ભાણા, મોહનીયા અને બેતીયા ખાતેના ઠેકાણાઓમાં દરોડો પાડવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર પ્રસાદના સરકારી ઠેકાણેથી એક અત્યાધુનિક પિસ્તોલ પણ જપ્ત કરાઈ હતી, જેની કિંમત લગભગ ત્રણ લાખ રૂપિયા છે.