કોલસાની ખાણમાં કોઈ હાજર ન મળ્યું કે બિનવારસી દેખાડવાનું તરકટ ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ધંધા અને આ ધંધો ચલાવતા ખનિજ માફિયાઓને કોઈનો પણ ડર રહ્યો ન હોય તેમ એક બાદ એક ખનિજ ચોરીના વિડિયો વાયરલ કરી રહ્યા છે જેથી આ ખનિજ માફીયાઓ રીતસરનો તંત્રને પડકાર ફેંકતા હોય તેવું નજરે પડે છે ત્યારે 2 ડિસેમ્બરના રોજ મોડી સાંજે ચોરવિરા ગામે થતી કોલસાની ચોરી અંગે તંત્ર દ્વારા દરોડો કરાયો હતો જેમાં આશરે ચાર જેટલા કોસાના ગેરકાયદેસર કૂવા પર કોલસો કાઢવા માટે લગાવેલ લોખંડના પાઇપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો હતો પરંતુ સમીસાંજે કોલસાના ખનન પર કરેલા દરોડામાં એક પણ ખનિજ માફિયા કે મજુર ઝડપાયા ન હતા
- Advertisement -
જેથી આ દરોડો કરી મુદ્દામાલ જપ્ત તો કરાયો પરંતુ બિનવારસી દર્શાવી મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જોકે આ બિનવારસી દરોડાની બાબત તંત્ર પર અનેક શંકા ઉપજાવે છે ત્યારે આટલા મોટા ખનિજ ચોરીના કારોબારમાં જો એક પણ શખ્સ ઝડપાઈ નહિ તો આમાં તંત્રની બેદરકારી ગણી શકાય અથવા તો એવું પણ હોય કે જે ટીમ અહી દરોડો કરવા જતી હતી તેની જાણ અગાઉથી ખનિજ માફિયાઓને કરવામાં આવી હતી જોકે અહી દરોડાને બિનવારસી દર્શાવવા માટે પણ ખનિજ માફીયાઓ જોઈ જાણીને ભાગવા દીધા હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે હાલ ચાર કોલસાના ગેરકાયદેસર કુવાઓ પર દરોડા કર્યા છતાં પણ કોઈ શખ્સ હાથ નહિ લાગતા ખનિજ ચોરી કોણે કરી ? તેવો સવાલ પણ ઉપજી રહ્યો છે.