કુલ રૂ. 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
મોરબી ક્રાઇમ બ્રાંચે માળીયા (મી) તાલુકાના અંજીયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કિનારે ચાલી રહેલી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી પર રેઇડ કરી હતી. જેમાં દેશીદારૂ તથા આથો મળી કુલ રૂ. 1,15,000/-નો મુદામાલ ઝડપાયો હતો. એલસીબી અને પેરોલ-ફર્લો સ્કવોડને ખાનગી બાતમી મળી હતી કે મહમદહનિફભાઈ કાદરભાઈ ભટ્ટી (રહે. માળીયા દરબારગઢ પાછળ) જાહેરમાં દારૂ બનાવે છે. બાતમીને આધારે ટીમે સ્થળ પર દોરો દઈ રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન દેશીદારૂ લીટર 400 કિ.રૂ. 80,000/- તથા આથો લીટર 1400 કિ.રૂ. 35,000/- મળી કુલ કિ.રૂ. 1,15,000/-નો મુદામાલ કબજે કરાયો હતો.
- Advertisement -
આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.