3 અલગ અલગ દરોડામાં 10 લાખનો જથ્થો સિઝ કરવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ અને આસપાસ ના પુરવઠા વિભાગ ઊંઘતું ઝડપાયું ગાંધીનગર પૂરવઠા વિભાગ ની એન્ફોર્સમેન્ટ ટીમ ના સંજય પટેલ ની ટીમ દ્વારા રાજકોટ જિલ્લા માં જસદણ અને ગોંડલ શહેર અને તાલુકામાં આવેલ બાયો ડીઝલ ના પંપ માં દરોડો પાડતા આશરે 12 હજાર લીટર બાયોડિઝલ કિંમત રૂ. 10 લાખ નો મુદામાલ સિઝ કરવામાં આવ્યો હતો.
ગત મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ ગાંધીનગર પુરવઠા વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ગોંડલ જામવાડી ૠઈંઉઈ વિસ્તાર પાસે આવેલ કનૈયા હોટલ પાછળ આવેલ ભરતભાઈ બકરાણીયા ના બાયો ડીઝલ ના પમ્પ માં દરોડો પાડતા આશરે 5 હજાર લીટર બાયો ડીઝલ સિઝ કર્યું છે. બે ટાંકી અને એક ડિસપેન્સર સિઝ કરવામાં આવ્યું છે. ટોટલ 3 લાખ 60 હજાર રૂપિયા નો મુદામાલ સિઝ કરવામાં આવ્યો છે.
ગોંડલ તાલુકા ના પાટખીલોરી ગામ માં ગત 25 એપ્રિલ ની મોડી રાત્રે દલિત વાસ ની બાજુમાં ખુલ્લા પ્લોટ માં સંજયગીરી ગોસ્વામી ના બાયોડિઝલ ના પંપ માં પડેલ 1500 લીટર બાયો ડીઝલ નો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો જેમાં 2 લાખ 8 હજારનો મુદામાલ જથ્થો સિઝ કરવામાં આવ્ય હતો.
- Advertisement -
ગત 23 એપ્રિલે જસદણ થી ઘેલા સોમનાથ ના રોડ પર હડમિયા ના પાટિયા પાસે મિલન હોટલ ની પાછળ આવેલ પી.જે. વાળા ના બાયોડીઝલ પમ્પ માં 6 હજાર લીટર નો જથ્થો આશરે 4 લાખ 32 હજાર નો મુદામાલ સિઝ કરવામાં આવ્યો હતો. જિલ્લા માં અલગ અલગ દરોડો પાડવામાં આવતા બાયોડિઝલ ના પમ્પો ના સંચાલકો માં ફફડાટ ફેલાયો છે રાજકોટ જિલ્લા અને સ્થાનિક પુરવઠા તંત્ર જાણે ઘોર નિંદ્રા માં હોઈ તેવા અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે.