એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની કાર્યવાહી
લોહીનો વેપલો ચલાવતા માલિક મિલન દવે, ગ્રાહક સહિત 4ની ધરપકડ : બેની શોધખોળ
- Advertisement -
ગ્રાહક દીઠ 2થી 5 હજાર લેતા હતા :
4 રાજ્યની રૂપલલનાઓને મુક્ત કરાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
રાજકોટમાં સ્પાની આડમાં ઠેર ઠેર લોહીના વેપલા ચાલી રહ્યા હોય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના જીવરાજ પાર્ક પાસેના સીટી ક્લાસિક કોમ્લેક્ષમાં આવેલા કેન્વાસ સ્પામાં દેહ વેપાર ચાલતો હોવાની બાતમી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડી ગ્રાહક, માલીક સહીત ચાર શખસોને ઝડપી લઈ તપાસ કરતા ચાર રાજ્યની રૂપલલનાને રાખી ગ્રાહકો પાસેથી બેથી પાંચ હજાર લેતા હોવાનુ બહાર આવતા પોલીસે માલીક, રીસેપ્નીસ્ટ, હાઉસકીપર અને ગ્રાહક સહીતના સામે ગુનો નોધી તેની ઘરપકડ કરી રોકડ-ચાર મોબાઈલ સહીત 33 હજારની મતા કબજે કરી છે.
રાજકોટના જીવરાજ પાર્ક પાસેના કેન્વાસ પાર્કમાં સ્પાની સાથે દેહ વેપાર પણ ચાલતો હોવાની સચોટ બાતમી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાંત અને ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો પોલીસે સ્પાના ઓથાર હેઠળ લોહીનો વેપલો ચલાવતા સ્પા માલીક રૈયા રોડ ઉપર યશ એપાર્ટમેન્ટમાં રહેતા મિલન દેવેન્દ્રભાઈ દવે, રાષ્ટ્રીય શાળા ખાતે રહેતી રીસેપ્નીસ્ટ અનીશા જય સોલંકી, હાઉસકીપર રાજસ્થાનના ગીરીશકુમાર મોહનલાલ મીણા અને ગ્રાહક જામનગરના નીખીલ જમનભાઈ રાબડીયાની ધરપકડ કરી હતી વધુ પુછતાછ કરતા ભાગીદાર તરીકે વિજય નાજાભાઈ ભુંડીયા અને સંચાલક તરીકે જામનગર રોડ ઉપર સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ કિશોરભાઈ થાનકી હોવાનું જાણવા મળતા તમામ સામે ગુનો નોંધી બંનેની શોધખોળ શરુ કરી હતી સંચાલક પાર્થ સહિતના દિલ્હી, પંજાબ, હરીયાણા અને ગુજરાતની અલગ અલગ યુવતીઓને બોલાવી તેની પાસે દેહ વેપાર કરાવતા હતા અને ગ્રાહકો પાસેથી બેથી પાંચ હજાર લેતા અને યુવતીઓને ચાર હજાર આપતા હોવાનુ બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે પોલીસે રૂપલલનાઓને મુક્ત કરાવી હતી.
કુટણખાનાના સંચાલકો કાયદો ખિસ્સામાં છે તેવું માનતા હતા
શહેરમાં લાંબા સમયથી એક, બે નહિ પાંચ-પાંચ સ્પા ચાલુ કરી તેમાં બેરોકટોક દેહ વ્યાપાર ચલાવતા કુટણખાનાના સંચાલકો કાયદો પોતાના ખિસ્સામાં છે અને આપનો કોઈ વાળ પણ વાંકો નહિ કરી શકે તેવો ફાંકો રાખતા હતા પરંતુ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે છેલ્લા એકાદ સપ્તાહથી ઝુંબેશ વેગવંતી કરી જાહેરનામા ભંગના ગુનાઓ નોંધી તેમજ સ્પા હેઠળ ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરી કુટણખાનાના સંચાલકોની હવા કાઢી નાખી છે.



