ભારત જોડો યાત્રા બાદ હવે રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રાનો બીજો ભાગ શરૂ થશે અને આ યાત્રા ગુજરાતમાંથી જ શરૂ થઈ શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની આગામી ચૂંટણીને લઈને આ નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. આ યાત્રા પોરબંદર કે અમદાવાદથી 15મી ઓગસ્ટે કે બીજી ઓકટોબરે શરૂ થઈ શકે છે.ભારત જોડો યાત્રા પાર્ટ 2 શરૂ કરવા દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ મંથન કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારત જોડો યાત્રા ગુજરાતથી હરિયાણા સુધી યોજાઈ શકે છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ 2ની ગુજરાતથી શરૂઆત થઈ શકે છે. હાલમાં પોરબંદર કે અમદાવાદથી યાત્રાનો પ્રારંભ કરવા વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડની એવી પણ ગણતરી છે કે આગાામી દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેના પગલે નજીકના રાજ્ય ગુજરાતમાંથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવે. જેથી બધા જ રાજ્યોને આવરી લેવામાં આવે. આ પહેલા ક્ધયાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા યોજાઈ હતી.
- Advertisement -
કોંગ્રેસ પક્ષના સૂત્રોનું કહેવું છે કે આ યાત્રા 15 ઓગસ્ટ અથવા 2 ઓક્ટોબરથી શરૂ થાય તેવી શક્યતા છે. આ સમગ્ર યાત્રાનો રૂટ લગભગ 3,400 થી 3,600 કિલોમીટર લાંબો હશે. આ યાત્રા રાજસ્થાનમાં લગભગ 400 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થઇ શકે છે. આ યાત્રાનો રૂટ 10 લોકસભા અને લગભગ 60 વિધાનસભા મતવિસ્તારોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે.કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે હાલમાં ભારત જોડો યાત્રા પાર્ટ-2ની તૈયારીઓ ચાલી રહી છે. તેની વિસ્તૃત માહિતી આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે.