બૃજભૂષણ શરણસિંહ સામે મહિલા પહેલવાનો થોડું પણ ચલાવી લેવાના મૂડમાં નથી તેવામાં કોંગ્રેસ નેતાઓ સમયાંતરે વિરોધ કરનાર પહેલવાનો હાલચાલ જાણી રહ્યા છે. જેથી વિરોધ રાજકીયરીતે પ્રેરિત હોવાનો દાવો મંડાયો છે
ઘણા સમયથી ભારતીય કુસ્તીસંઘના પૂર્વ પ્રમુખ બૃજભૂષણ શરણસિંહ સામે મહિલા પહેલવાનો મોરચો ખોલ્યો છે. માંગ છે કે યૌન શોષણ કેસમાં બૃજભૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, સમગ્ર ઘટનાક્રમની વચ્ચે રાહુલ ગાંધી પહેલવાનોને મળવા હરિયાણા સ્થિત દિપક પુનિયાના ગામમાં પહોંચી ગયા હતા.
- Advertisement -
રાહુલ ગાંધીએ કુસ્તી પહેલવાનોની સમસ્યાઓ જાણી
રાહુલ ગાંધીએ છારા ગામમાં વીરેન્દ્ર અખાડામાં પહેલવાનો સામે મુલાકાત કરી જ્યાં તેમની સાથે બજરંગ પુનિયા પણ હાજર રહ્યા. છારા ગામ દિપક પુનિયાનું ગામ છે જે ઝજ્જર જિલ્લામાં આવે છે દિપક અને બજરંગે આ વીરેન્દ્ર અખાડામાં જ કુસ્તીની શરૂઆત કરી હતી. મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કસરતો અને કુસ્તી પહેલવાનોના કરિયરમાં આવતી સમસ્યાઓ જાણી હતી. મહત્વનું છે કે આ પહેલા પ્રિયંકા ગાંધી પણ કુસ્તીને અલવિદા કહેનાર સાક્ષીને મળ્યા હતા. કોંગ્રસ નેતાઓ સતત બૃજભૂષણ યૌન શોષણ કેસમાં સરકાર પર હમલાવર છે. કુસ્તી પહેલવાનોના આ વિરોધમાં રાજકીય દાવપેચ પર ખેલાઈ રહ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
#WATCH | Haryana: Congress MP Rahul Gandhi reaches Virender Arya Akhara in Chhara village of Jhajjar district and interacts with wrestlers including Bajrang Poonia. pic.twitter.com/j9ItihwVvP
— ANI (@ANI) December 27, 2023
- Advertisement -
‘તાકાતવર’નો ખૂબ ખૂબ આભાર, વિનેશ ફોગાટે માર્યો ટોણો
કુસ્તીના ખેલાડીઓએ એવોર્ડ વાપસીનો ટ્રેન્ડ શરુ કર્યો છે જે દેશ માટે ખૂબ ચિંતાજનક છે. સાક્ષી મલિક, બજરંગ પુનિયા બાદ ગઈકાલ મંગળવારે જ સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પણ તેના ખેલ રત્ન-અર્જુન એવોર્ડ પાછા આપવાનું એલાન કર્યું છે. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક લેખ લખીને તેના એવોર્ડ પાછા આપવાનું જાહેર કર્યું હતું. આ સાથે તેણે એક તાકાતવરને ટોણો પણ માર્યો હતો. વિનેશ ફોગાટે લખ્યું કે “હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં મુકવા બદલ ‘તાકાતવર’નો ખૂબ ખૂબ આભાર.” આ સાથે વિનેશે પીએમ મોદીને લખેલા પત્રની તસવીર પણ શેર કરી છે. તેણે લખ્યું કે આવા એવોર્ડથી હવે ચિતરી ચઢી રહી છે.
#WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestler Bajrang Poonia says, "He came to see our wrestling routine…He did wrestling…He came to see the day-to-day activities of a wrestler." pic.twitter.com/vh0aP921I3
— ANI (@ANI) December 27, 2023
પીએમ મોદીને લખ્યો પત્ર
વિનેશ ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો ખેલ રત્ન પરત કરવાની માંગ કરી છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, “માનનીય વડાપ્રધાન, સાક્ષી મલિકે કુસ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કરી દીધું છે. દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓને આ બધું કરવાની ફરજ કેમ પડી? આખો દેશ જાણે છે અને તમે છો. દેશના વડા, તો આ મામલો તમારા સુધી પણ પહોંચ્યો હશે.વડાપ્રધાન, હું તમારા ઘરની દીકરી વિનેશ ફોગટ છું અને છેલ્લા એક સમયથી મારી જે હાલત છે તે તમને જણાવવા માટે આ પત્ર લખી રહ્યો છું.
સાક્ષીની કુસ્તીમાંથી વિદાય, બજરંગ પુનિયાએ પણ એવોર્ડ પાછો આપ્યો
વિનેશ પહેલા બજરંગ પુનિયાએ પણ આવી જ રીતે પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. તે જ સમયે, સાક્ષી મલિક કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂકી છે.