કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ મહારાષ્ટ્રમાં પહોંચી
કોઈ તાકાત યાત્રાને રોકી નહીં શકે : રાહુલ
- Advertisement -
નાંદેડની ગુરુદ્વારામાં રાહુલ ગાંધીએ સૌહાર્દ અને સમાનતા માટે પ્રાર્થના કરી
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ’ભારત જોડો યાત્રા’ મહારાષ્ટ્રમાં પહોંચી છે. રાહુલ ગાંધી મંગળવારના રોજ મહારાષ્ટ્રમાં યાત્રા શરૂ કરતા પહેલા ગુરુદ્વારા પહોંચ્યા હતા. ગુરુ નાનક જયંતિ નિમિતે તેઓ નાંદેડ જિલ્લાની ગુરુદ્વારા યાદગાર બાબા જોરાવર સિંહ ફતેહ સિંહજી પહોંચ્યા હતા અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેસરી પાઘડી પણ પહેરી હતી. કોંગ્રેસ પાર્ટી તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે ગુરુદ્વારામાં રાહુલ ગાંધીએ સૌહાર્દ અને સમાનતા માટે પ્રાર્થના કરી હતી.
તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી સોમવારના રોજ તેલંગાણાથી મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યાના થોડા સમય તેઓ ગુરુદ્વારા પહોંચ્યા હતા. પાર્ટી તરફથી આપાવામાં આવેલી માહિતી મુજબ મંગળવારના રોજ ગુરુદ્વારાથી ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી. ત્યારબાદ આ યાત્રા બિજોલી જિલ્લાના અટકલીમાં રોકાશે. સાંજે 4 વાગે ફરીથી યાત્રા શરૂ થશે અને સાંજે 7 વાગે ભોપાલમાં રોકાશે. ત્યારે યાત્રાનું રાત્રિ રોકાણ બિલોલીના ગોદાવરી મણાર સુગર ફેક્ટરીન ગ્રાઉન્ડ ખાતે રહેશે.