કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રામાં કેટલાય રાજ્યોને ફરતા હવે અંતિમ ચરણમાં જમ્મૂ-કાશ્મીરમાં દાખલ થયા છે. ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીને દેશના કેટલાય મહાનુભવોનો સાથ મળ્યો છે. જેમાંના એક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગર્વનર રધુરામ રાજનનો પણ સમાવેશ થાય છે. જ્યારે ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં હતી, ત્યારે રઘુરામ રાજન પણ રાહુલ ગાંઘીની સાથે પદયાત્રામાં જોવા મળ્યા હતા. ત્યારે તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસની ભારત જોડો યાત્રાની પણ પ્રશંસા કરી હતી.
હવે ફરી એક વાર રઘુરામ રાજનને રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે. એક ઇન્ટવ્યુ દરમ્યાન આરબીઆઇના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનએ કહ્યું કે, રાહુલનું વ્યક્તિત્વ દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ કોઇ પણ રીતે પપ્પૂ લાગતા નથી. હવે તેઓ ઓક સ્માર્ટ, યુવાન અને જિજ્ઞાસુ વ્યક્તિ લાગે છે. આમ, પણ પ્રાથમિકતા તો એ છે કે, બુનિયાદી જોખમ અને તેમના મૂલ્યાંકન કરવાની ક્ષમતાની સારી સમજ હોવી મહત્વપૂર્ણ છે, અને રાહુલ પણ આ બધી બાબતો માટે સક્ષમ છે.
- Advertisement -
હું પહેલા પણ ખોટી નીતિઓની ટીકા કરૂ છું: રઘુરામ રાજન
ઇન્ટરવ્યુ દરમ્યાન રઘુરામ રાજએ ખુલાસો કર્યો કે, જ્યારે રાહુલ ગાંધીની સાથે ચાલીને તેઓ ભારત જોડો યાત્રાના મૂલ્યો માટે સાથે ઉભો રહ્યો હતો. રઘુરામ રાજન પહેલા પણ કેટલીય વાર કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી છે. આ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે, આ ટીકા આર્થિક નીતિઓ માટે હોય છે. હું મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારની ખોટી નીતિઓ પણ ટીકા કરી રહ્યો છું.
“The argument India will replace China is very premature,” says former RBI governor #Raghuram Rajan
That’s Rajan’s straw man argument, designed to be discredited. The real argument is the India-China economic differential will gradually narrow
- Advertisement -
That argument can’t be discredited pic.twitter.com/aWykPeJYI6
— Minhaz Merchant (@MinhazMerchant) January 18, 2023
ભારતની ચીન સાથેની તુલના પર આ બોલ્યા રઘુરામ રાજન
વૈશ્વિક ઇકોનોમીમાં ભારતની સ્થિતિ અને ચીન સાથેની તુલના પર રઘુરામ રાજન બોલ્યા કે, ભારતનું આ્થઇક રીતે ચીન જેટલું સક્ષમ હોવું એ વાત અતિશયોક્તિ ભરેલી છે. જો કે, આગળ જઇને પરિસ્થિતિ બદલી શકે છે. ચીન આ સમયે મહામારીનો સામનો કરી રહ્યો છે. ચીનની ઇકોનોમીમાં કોઇ પણ રીતેના સુધારાથી નિશ્ચિત રૂપથી ગ્લોબલ ગ્રોથની સંભાવનાઓ મજબૂત રહેશે.
રાજનીતિમાં પ્રવેશ કરવાની વાતને નકારી કાઢી
રઘુરામ રાજનએ રાજનીતિમાં પ્રવેશને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નોનના જવાબમાં સ્પષ્ટ રૂતે ના કહી દીધી. તેઓ ભારત જોડો યાત્રામાં સામેલ થયા કારણકે તેઓ યાત્રાના મૂલ્યો માટે ઉભા રહેવા માંગતા હતા. એટલા માટે બિલકુલ નહીં કે, તેઓ કોઇ રાજનૈતિક દળમાં સામેલ થઇ શકે. મારૂ એવું કોઇ મન નથી.