ભારત જોડો યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભાને સંબોધિત કરી હતી.
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે શરૂઆતમાં, મેં વિચાર્યું હતું કે આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હશે, પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજના રાજકારણમાં પરંપરાઓને ભુલાવી દેવામાં આવી રહી છે. તમે પણ રાજકારણી છો, અમે પણ. આપણે ચાલવાની પરંપરા ભૂલી રહ્યા છીએ. રાહુલે કહ્યું કે આપણે બધા જનતાના સેવક છીએ.
- Advertisement -
Now, Adani has zero experience in the defence sector. Yesterday PM said at HAL that we hurled the wrong allegations. But in reality, HAL's contract of 126 aircraft went to Anil Ambani: Congress MP Rahul Gandhi pic.twitter.com/Tfo1HXHhG3
— ANI (@ANI) February 7, 2023
- Advertisement -
અગ્નિવીર યોજના પર શું બોલ્યાં રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે મુલાકાત દરમિયાન તેમને જનતા સાથે વાત કરવાની, તેમની સમસ્યાઓ સાંભળવાની તક મળી. “અત્યારે તમે અગ્નિવીર યોજનાની પ્રશંસા કરી છે, પરંતુ સેનામાં ભરતી માટે સવારે 4 વાગ્યે રસ્તા પર દોડતા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો કહે છે કે અજીત ડોભાલે સેના પર અગ્નિવીર યોજના લગાવી છે. સમાજમાં એટલી બધી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે.
They said Agniveer scheme being coerced on Army. Retired officers said that people are being given arms training & then asked to go back to society, this will lead to violence: Rahul Gandhi pic.twitter.com/YlELfiJUJA
— ANI (@ANI) February 7, 2023
રાહુલે ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો
રાહુલ ગાંધીએ અજીત ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું કે તમે તેમનું નામ ન લઈ શકે. આના પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે તેઓ તેને કેમ નથી લઈ શકતા. તેઓ ગૃહમાં નથી. રાહુલ ગાંધીએ અદાણીના મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આજે તમે રસ્તા પર ચાલીને પૂછશો કે કોણે બનાવ્યું છે તો અદાણીનું નામ આવશે. હિમાચલનું સફરજન અદાણીનું છે. દેશ જાણવા માંગે છે કે, વડાપ્રધાન સાથે અદાણીના સંબંધો કેવા છે. તેમણે પીએમ મોદીની એક જૂની તસવીર કાઢી હતી, જેના વિરોધમાં સત્તાધારી પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ઠપકો આપતા કહ્યું કે તેમણે પોસ્ટર ન લાવવા જોઈએ. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી 2014માં 609માં નંબરથી આટલા ઓછા સમયમાં બીજા નંબર પર પહોંચી ગયા છે. અસલી જાદુ મોદીજી દિલ્હી આવ્યા ત્યારે શરૂ થયો હતો.
Youth asked us that Adani is now in 8-10 sectors & that how his net worth reached $140 billion from $8 billion from 2014 to 2022: Congress MP Rahul Gandhi in LS pic.twitter.com/fUlND3FuIk
— ANI (@ANI) February 7, 2023
કેન્દ્રીય મંત્રી રિજીજુએ રાહુલના આરોપને ખોટા ગણાવ્યાં
કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ લોકસભામાં રાહુલ ગાંધીના અદાણી પરના રાહુલ ગાંધીના આરોપોના પાયાવિહોણા ગણાવ્યાં હતા.