ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રઘુવંશી તરંગ લેડીઝ ક્લબ દ્વારા તા. 20ના રોજ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન ઘંટેશ્ર્વર પાર્ક પાસે આવેલી ક્રિસ્ટલ સ્કૂલમાં કરવામાં આવ્યું છે. તેમાં 100થી વધારે વિદ્યાર્થીઓ કે જેમણે 2024-25ની વાર્ષિક પરીક્ષામાં 70 ટકાથી વધારે ગુણ પ્રાપ્ત કરેલા હોય તેઓને તેમના ફોટા તથા નામ વાર શિલ્ડ તેમજ અલગ-અલગ પ્રકારની ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે. આ તકે રઘુવંશી તરંગ લેડીઝ ક્લબના પ્રમુખ બીનાબેન રઘુવંશી તેમજ ઉપપ્રમુખ શિતલબેન કારીયાના જણાવ્યા અનુસાર રઘુવંશી તરંગ લેડીઝ ક્લબની સ્થાપના 10 માર્ચ 2024ના રોજ થઈ હતી અને એક જ વર્ષના ટૂંકા ગાળામાં અત્યારે આ ક્લબમાં 150થી 170 જેટલી બહેનો જોડાયેલી છે. આ ક્લબ દર મહિને બહેનો માટે ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક તેમજ અલગ-અલગ કોમ્પિટિશન યોજીને બહેનોમાં છુપાયેલી કલા બહાર આવે એવા બેથી ત્રણ પ્રોગ્રામ મહિનામાં આપે છે.
- Advertisement -
આ તકે આ ક્લબના અમારા દરેક કમિટી મેમ્બર્સ મેઘનાબેન ધાપરીયા, દિપીકાબેન ત્રિવેદી, પ્રીતિબેન લાખાણી, ધ્વનિબેન ચંદારાણા તેમજ નમ્રતાબેન કાનાબાર હરહંમેશ અમારી સાથે જોડાયેલા હોય છે જે તસ્વીરમાં નજરે પડે છે.