ગુજરાતમાં ચારણ અને આહીર સમાજ વચ્ચે મહાવિવાદ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચારણ અને આહીર સમાજ વચ્ચે મહાવિવાદ શરૂ થયો છે, કારણ કે આહીર અગ્રણી એવા ગીગા ભમ્મરે ચારણ સમાજ અને તેમના માતાજી વિશે જાહેર મંચ પરથી અશોભનીય ટિપ્પણી કરી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો છે. ચારણ સમાજ વિશે અપમાન જનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજ રોષે ભરાયો છે. ખંભાળીયા સોનલ ધામ ખાતે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્રિત થયા હતા અને જિલ્લા સેવા સદન ખાતે કલેકટર તેમજ એસ.પી કચેરીએ આવેદન આપ્યું હતુ. ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ભાષણમાં પૂજનીય માતાજીઓ અને ચારણ-ગઢવી સમાજ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષણ કરતા સમગ્ર ગુજરાત ભરના ચારણ ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી. ચારણ ગઢવી સમાજ દ્વારા આ બાબતે ગામે ગામ પોલીસ ફરિયાદ અને આવેદન આપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
- Advertisement -
હકાભા, રાજભા, માયાભાઇ અને હરેશદાનએ કર્યો વિરોધ
હકાભા ગઢવીએ શું કહ્યું ?
ગીગા ભમ્મરના નિવેદન પર હકાભા ગઢવીએ જણાવ્યું કે, હું સમગ્ર સમાજને દોશ ન આપી શકે પરંતુ તે કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો હતા. તેમાંથી એક પણ આગેવાન સમજૂ ન હતો કે, તે વ્યક્તિને આવો બોલતું રોકી ન શકે. તેમણે કહ્યું કે, હું ગઢવી સમાજના કલાકારોને કહેવા માંગું છું કે, જે સમાજના વખાણ કરાય તેના કરાય બીજાના ન કરાય. કેમ જે ઈજ્જત કરતા હોય તે જ ઈજ્જત કરી શકે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તળાજાનો પાણીનો નહી પવું તેમજ તળાજાનો એકપણ પ્રોગ્રામ નહી કરૂ. સમાજ શું નિર્ણય એ મને ખબર નથી. પરંતુ સજા તમને મારી માં આપશે. તેમણે વધુમાં કહ્યું કે, આહીર સમાજમાં આટલો મોટો બુદ્ધિહિન માણસ છે એવો મને આજે ખબર પડી.
રાજભા ગઢવીએ શું કહ્યું ?
આ નિવેદન મુદ્દે રાજભા ગઢવીએ કહ્યું કે, આપણે કંઈ નુકસાન કર્યું હોય તેમ ઝેર ઓકે છે, કહેવત પ્રમાણે ઓટલા યુનિર્વસિટી એટલે કે, ખબર જ ન હોય તેમ. ચારણત્વ શું છે તે તમે જાણો અને ન જાણવું હોય તો જાહેરમાં તમે બોલો ન. તેમણે વધુમાં કહ્યું કે, ચારણ 18 જાતિઓ સાથે જોડાયેલા છે. તેમણે અનેક બલિદાનો આપ્યા છે. આદીકાળથી ચારણ અને આહીર સમાજનો ઉજળો સંબંધ છે તે તેના પર આવા લોકો કાળા છાંટા નાખે છે.
- Advertisement -
માયાભાઈ આહીરે શું કહ્યું ?
આ મુદ્દે આહીર સમાજના લોકસાહિત્યકાર માયાભાઇ આહીરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટના અને નિવેદનથી ચારણ સમાજ સાથે અમને પણ દુ:ખ છે. આ જ્ઞાનના અભાવે એવું કર્યું હોય તેવું લાગે છે. ગીગા ભમ્મરના નિવેદનથી ગઢવી સમાજના કલાકારો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હરેશદાન ગઢવીએ શું કહ્યું ?
કલાકાર હરેશદાનએ કહ્યું કે, ઇતિહાસ જાણ્યા વગર ગીગા ભમ્મરે સવાલ ઉઠાવ્યા છે. તો જીતુદાદએ કહ્યું કે, આવા વ્યક્તિને કાયદાકીય સજા થવી જોઇએ. પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની છે



