પાંચ દિવસમાં અકસ્માતના 7 બનાવમાં ધો.8ની છાત્રા, ધો.10ના વિદ્યાર્થી સહિત 7નો ભોગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રફ્તારનો કહેર સામે આવી રહ્યો છે પાંચ દિવસમાં જીવલેણ અકસ્માતના 7 બનાવમાં ધોરણ 8ની છાત્રા, ધોરણ 10ની વિદ્યાર્થી સહીત 7 લોકોએ જીવ ગુમાવ્યો છે આ કહેર વચ્ચે ગત રાત્રે ક્રિસ્ટલ મોલ પાસે બીએમડબલ્યુની ઠારકે મારવાડી કોલેજમાં એન્જીનીયરીંગ કરતો યુવક ઠોકરે ચડી જતા જીવ ગુમાવવાનો વખત આવ્યો છે અકસ્માત સર્જનારની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે માતા સાથે જતી સગીર દીકરીને હોન્ડા સીટીએ ઠોકરે લેતા 7 ફૂટ દૂર જઈને પડી જતા પાંસળીઓ ભાંગી ગઈ હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જયારે ગત રાત્રે થયેલા અકસ્માતમાં યુવક 50 ફૂટ દૂર ફંગોળાઈ ગયો હતો.
રાજકોટના કોઠારિયાય રોડ ઉપર અર્જુન પાર્ક સોસાયટીમાં રહેતા કેવલભાઇ દેવેન્દ્રભાઇ નાથાણી ઉ.26એ બીએમડબલ્યુ કાર નં.જી જે 03 એન પી 7301ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે બે વાગ્યા આસપાસ મારા નાના ભાઈ અભિષેક ઉ.20ના મિત્ર હિરેન રાઠોડનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે અભિષેકનો ક્રિસ્ટલ મોલ નજીક અકસ્માત થયો છે જેથી અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા ત્યાં જઈને જોયું તો અભિષેક રોડ ઉપર સૂતો હતો અને 108ની ટીમ પણ હાજર હતી રોડની સાઇડમાં અભિષેકનું એક્સિસ અકસ્માતગ્રસ્ત હાલતમાં પડ્યું હતું. રોડની વચ્ચોવચ બીએમડબલ્યુ કાર ઉભી હતી આ કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે ચલાવી અભિષેકના સ્કૂટરને ટક્કર મારતા અભિષેક 50 ફૂટ દૂર ફંગોળાઈ ગયો હતો અને ગંભીર ઇજા થવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી અકસ્માત સર્જી કાર રેઢી મૂકી નાસી છૂટેલા બીએમડબલ્યુ કારના ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અભિષેકના પિતા-ભાઇને કોઠારીયા રોડ પર બાલાજી નામે સ્ટીલ ફર્નિચરનું કારખાનુ છે તે બે ભાઇમાં નાનો હતો અને મારવાડી કોલેજમાં એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો રવિવારની રજા હોવાથી બહાર ગયો હતો અને ઘરે જતી વખતે કાળ બાઈને કાર ત્રાટકી હતી યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે બનાવ અંગે તુરંત જ કંટ્રોલમાં જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર આત્મિન પટેલની ધરપકડ કરી પૂછતાછ કરતા એક્ટિવા ચાલકે ફોન પર વાત કરતી વેળાએ ટર્ન લેતા અચાનક સામે આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાની કબૂલાત આપી હતી જયારે બીજા બનાવમાં રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા દર્શનાબેન દેવાંગભાઈ કોટેચા ઉ.45એ અકસ્માત સર્જી દીકરી ધ્રુવી ઉ.15નું મોત નિપજાવવા અંગે કારચાલાક મહિલા કૃતિકા ધવલભાઈ શેઠ સામે યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પતિ જગદીશ મંડપ સર્વિસ નામે પેઢી ચલાવે છે તેની દીકરી ધ્રુવી એસએનકે સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે ગત તા.7ના બપોરે રૈયા રોડ પર રહેતા ફઈબા નયનાબેન પૂજારાને ત્યાં ભાઈબીજને અનુલક્ષીને જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેથી દીકરી ધ્રુવીને એક્ટિવામાં સ્કૂલેથી લઇ ત્યાં જવા રવાના થયા હતા ત્યારે યુનિવર્સિટી રોડ પર પેટ્રોલ પંપ પાસેના સિગ્નલે પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી હોન્ડા સિટી કારે તેમના એક્ટિવાને હડફેટે લેતા બંને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજા થતા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં રવિવારે બપોરે દીકરી ધ્રુવિએ દમ તોડી દેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે પોલીસે સાધુ વાસવાણી રોડ ઉપ્પર આદિત્ય હાઈટ્સમાં રહેતી કૃતિકા શેઠ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
તા.6ના કુવાડવા રોડ ઉપર ધો.10ના છાત્રનું મોત
રાજકોટના આણંદપર ગામે રહેતો અને ધોરણ 10માં અભ્યાસ કરતો કેવલ નારણભાઈ મેવાડા ઉ.15 ગત તા.6ના રોજ બપોરે પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે કુવાડવા રોડ ડિમાર્ટ સામે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે લેતા ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું ચાલુ સારવાર દરમિયાન તા. 7ના રોજ સાંજે મૃત્યુ નીપજ્યું હતું કેવલ યુનિફોર્મ લેવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો કેવલ 2 ભાઈમાં નાનો હતો.
- Advertisement -
તા.7ના બંધ કાર પાછળ બાઈક ઘુસી જતાં યુવકનું મોત
રાજકોટના વિજય પ્લોટમાં રહેતો અને કારખાનામાં કામ કરતો રાજન સુરેશભાઈ મકવાણા ઉ.19 ગત શુક્રવારે રાત્રે મિત્ર સાથે બાઇક લઈને જતો હતો ત્યારે હેમુ ગઢવી હોલ પાસે બંધ કાર પાછળ બાઈક ઘુસી જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અહીં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે મૃતક રાજન બે ભાઈમાં મોટો હતો રાત્રે મિત્ર સાથે આંટો મારવા નીકળ્યો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
તા.7ના તલાટી મંત્રીના પિતાનું બાઈક સ્લીપ થતાં મૃત્યુ
રાજકોટના રૈયા રોડ ઉપર આલાપ ગ્રીન સીટીની પાછળ જે કે પાર્કમાં રહેતા ગિરીશચંદ્ર મગનલાલ દવે ઉ.67 ગુરુવારે બપોરે ઘરેથી પોતાનું સ્કૂટી લઈને શાકભાજી ખરીદવા નીકળ્યા હતા શાકભાજી લઈને ઘરે જતા હતા ત્યારે રૈયા રોડ ઉપર સ્કૂટી સ્લીપ થતા ગંભીર ઇજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ અહીં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં નાના હોવાનું અને પુત્ર રોહિત પડધરીમાં તલાટી મંત્રી હોવાનું જાણવા મળ્યું હતું.
તા.4ના કુવાડવા GIDC પાસે કાર ચાલકે વૃદ્ધનો ભોગ લીધો
કુવાડવા ગામે રહેતા અને ચા-પાણીની હોટલ ચલાવતા બાબુભાઈ કાળાભાઈ લામકા ઉ.57 ગત 4 તારીખે બાઈક લઈને વાડીએથી ઘર તરફ આવતા હતા ત્યારે કુવાડવા જી.આઈ.ડી.સી. પાસે જી જે 03 એન કે 5189 નંબરની સ્કોર્પિયોના ચાલકે ઠોકરે લેતા ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે મૃતકના પુત્ર રણજીતભાઈ બાબુભાઈ લામકા ઉ.29એ અકસ્માત સર્જી નાસી છૂટક સ્કોર્પિયો કારના ચાલક સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તા.6ના ચા પીવા જતા વૃદ્ધાનું હિટ એન્ડ રનમાં મોત
રાજકોટના ગોંડલ રોડ ઉપર લોહાનગરમાં રહેતા શાંતાબેન પોપટભાઇ નાવરીયા ઉ.67 નામના મહિલા ગોંડલ રોડ પર ચાલીને જતાં હતાં ત્યારે અજાણ્યા વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં મૃત્યુ નીપજ્યું હતું મૃત્યુ પામનાર મહિલાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેમના પતિ હયાત નથી. પોતે ઘરેથી ચાલીને ચા પીવા જતાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી બનાવ અંગે મૃતકના દીકરી સવિતાબેનની ફરિયાદ પરથી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો હતો.



