ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા શહેરમા રઘુવંશી સમાજ દ્વારા કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટીપ્પણી લઈ ગુજરાતમાં ઘેરા-પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે રાજુલામાં સમસ્ત રઘુવંશી સમાજે રેલી સ્વરૂપે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એ.કે.શ્રીમાળીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. લોહાણા સમાજ વાડી થી પ્રાંત કચેરી સુધી બાઈક રેલી યોજી હતી. અને રેલી દરમિયાન સૂત્રોચાર કરવામાં આવ્યાં હતાં. આ આવેદનપત્રમાં રઘુવંશી સમાજ સાથે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ટીમ જોડાઇને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યુ કે, જલારામ બાપાએ રઘુવંશી સમાજના ભગવાન છે જેથી સમગ્ર રઘુવંશી સમાજની લાગણી જોડાયેલી છે. ઠેર ઠેર-ઠેર જલારામ બાપાના મંદિરો આવેલા છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.
રાજુલામાં રધુવંશી સમાજે જલારામબાપા વિશે વિવાદિત ટિપ્પણી મામલે આવેદનપત્ર પાઠવ્યું
