ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢમાં રાધારાણી ગ્રુપ દ્વારા મહિલામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને મહિલાઓ પણ સ્વાલંબી બને તે માટે અનેક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે જૂનાગઢનાં રાધારાણી ગ્રૂપનો વાર્ષિક સ્નેહમિલનનું આયોજન આઝાદચોક રેડક્રોસહોલ ખાતે કરવામાં આવ્યું હતું.
રાધારાણી ગ્રુપ દ્વારા ગયા વર્ષે વડીલ વંદના કાર્યક્રમ યોજયો હતો જેમાં વડીલોને ખાસ માન અને આદર આપવા માટેનો અનોખો મેસેજ સમાજને આપ્યો હતો.તેમજ અવનવી હરીફાઈ જેવી કે, શરબત, સાંબા માંથી બનતી વાનગીની હરીફાઈ, પાકી કેરીમાંથી બનતી વાનગીની હરીફાઈ, મેથીની ભાજીમાંથી બનતી મગમાંથી બનતી વાનગીઓની હરિફાઈ પણ યોજવામાં આવી હતી. મહિલાઓમાં હિન્દુ સંસ્કૃતિની ધાર્મિક લાગણી જળવાઈ રહે અને સનાતન ધર્મમાં ઉજવાતા તહેવારોની માહિતી પણ મળે તેવા હેતુથી ચૈત્રી નવરાત્રી એને બોર ચોથ જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ધાર્મિક પ્રશ્નોતરી પણ યોજવામાં આવી હતી, ખાસ પર્યાવરણ વિશેની જાગૃતિ તેમજ મનપાની યુસીડી શાખા દ્વારા સખી મંડળોની માહિતી પ્રદાન કરવામાં આવી હતી અને 181 અભયમ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારો સામે કાયદાકીય માહિતી આપવામાં આવી હતી, વ્યસન મુક્તિ માટેના સંદેશો પાયા હતા જેવા અનેક કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા ખાસ બહેનોમાં નવું કાઇક શીખવા મળે તે માટે હિંડોળા હરીફાઈ કોડિયા શણગારની હરીફાઈ પણ યોજવામાં આવી હતી ત્યારે આ એક વર્ષ દરમિયાન રાધા રાણી ગ્રુપ દ્વારા થયેલ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી અને કમિટીના સભ્યો અને એડમીન ચેતના તન્ના, નિશા રૂપારેલિયા, ગીતા કોટક, જલ્પા જોશી, ચાંદની રાજા તેમજ નિતા ઉનડકટ્ટ દ્વારા રાધારાણી ગ્રુપનું સફળ સંચાલન કરી આખ વર્ષ દરમિયાન અનેક હરિફાઈ અને સમાજ ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરી મહિલાઓને સક્ષમ તેમજ સ્વનિર્ભર અને સમાજમાં એક સ્થાન મળે તેવા હેતુલક્ષી કાર્યક્રમો આપ્યા હોવાનું રાધા રાણી ગ્રુપના ચેતના તન્ના દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.



