એક હજાર વર્ષની ગુલામીએ આપણી માનસિકતા બદલી ચેતનાને ગુલામ કરી નાખી છે
હજારો ભાવિકો અને જળપ્રેમીઓની ઉપસ્થિતિમાં દિવ્ય જલકથાનું સમાપન
- Advertisement -
‘ગીરગંગા’એ જળસંચય માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરેલું આટલું વ્યાપક કાર્ય દેશભરમાં થયું નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત વિશ્ર્વની સૌથી પહેલી અને વિશ્ર્વ વિક્રમી બની ચૂકેલી ત્રિદિવસીય ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું ભારે ભાવસભર વાતાવરણ અને હજારો શ્રદ્ધેય જળપ્રેમીઓની ઉપસ્થિતિમાં બુધવારે રાત્રે સમાપન થયું હતું. વિશ્ર્વ વિખ્યાત તત્ત્વચિંતક, રામ અને કૃષ્ણ કથામર્મજ્ઞ કવિ ડો. કુમાર વિશ્ર્વાસની જલકથામાં ત્રણ દિવસો દરમિયાન લાખો ભાવિકો શ્યામ ભક્તિમાં ભીંજાયા હતા. આજના દિવસે બોલતા ડો. કુમાર વિશ્ર્વાસે કહ્યું હતું કે સફળ થવા અને સર્વોચ્ચ બનવા માટે ઘણું બલિદાન આપવું પડે છે, ઘણું છોડવું પડે છે. તેમણે જણાવ્યું હતું કે દ્વારિકાધીશ બનવા માટે રાધા અને બાંસુરી પણ છોડવી પડે છે. સઘળું અથવા મનગમતું છોડવાની તૈયારી હોય અને જો છોડી શકાય તો જ શક્તિશાળી બની શકાય.
બીજા દિવસની કથા રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણપ્રેમ અને સમર્પણ પર આધારિત હતી, તો ત્રીજા દિવસની કથા મિત્રપ્રેમ પર આધારિત હતી. જેમાં સુદામા ગોપાલથી લઈને દુર્યોધન અને કર્ણ, અર્જુન અને યોગેશ્ર્વર સહિતના પાત્રોના મિત્રતા પર ડો. વિશ્ર્વાસે અર્થપૂર્ણ પ્રકાશ પાડ્યો હતો. સાથોસાથ સાંપ્રત સમયમાં અમેરિકા-પાકિસ્તાનની દોસ્તી અને ભારત-રશિયાની દોસ્તીને વણી લઈ સાચા મિત્રના સંબંધને વ્યાખ્યાયિત કર્યો હતો. આવી સાતત્યપૂર્ણ કથાગુંથણીથી હજારો શ્રોતા ભારે મંત્રમુગ્ધ થયા હતા. ડો. કુમાર વિશ્ર્વાસે છેલ્લા દિવસની કથામાં વૈશ્ર્વિક જળ સમસ્યાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે જો ત્રીજું વિશ્ર્વ યુદ્ધ પાણી માટે થશે તો કમસેકમ સૌરાષ્ટ્રને તેની ચિંતા કરવાની જરૂર નહીં રહે, કેમ કે હાલમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટે જે જળયજ્ઞ પ્રજ્વલિત કર્યો છે તેના કારણે આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ પર પાણીની કટોકટી ક્યારેય નહીં સર્જાય. ડો. કુમાર વિશ્ર્વાસે ગીરગંગાના ભગીરથ કાર્યને સકારાત્મક પરિણામ સુધી લઈ જવા દાતાઓ અને જળપ્રેમીઓને અપીલ કરી હતી કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યો માટે દિલીપભાઈ સખીયાને પૂર્ણ સહયોગ કરે. આ ત્રણ દિવસો દરમિયાન ગીરગંગાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈ ભાવિ પેઢી માટે જળ સંરક્ષણ કરવા ઉદ્યોગપતિઓ, દાનશ્રેષ્ઠીઓ અને અગણિત સામાજિક સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ધોરણે અનુદાનની સરવાણી વહી હતી.
- Advertisement -
ડૉ. કુમાર વિશ્ર્વાસે જલકથામાં વેરેલા અમૃતબિંદુઓ
પશ્ર્ચિમના દેશો માટે પાણી ઇંઘ2 છે, જ્યારે ભારતમાં નદી માતા છે
પ્રેમ અને દાન બે પાટા છે જેના પર જીવન ચાલે છે, એ બે પાટા વચ્ચે કૃષ્ણ ઊભા છે જે જીવન ચલાવે છે
પોકાર દ્રૌપદી જેવો હોય તો કૃષ્ણ જરૂર પ્રગટ થાય છે
જ્યારે મનુષ્ય પર જ્ઞાનનું અભિમાન છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા વિવેકનો નાશ થાય
કૃષ્ણનું દર્દ, રૂદન એકાંતિક છે, જ્યારે હાસ્ય સાર્વત્રિક છે
ભારતીય ધર્મગ્રંથોએ જ વૈશ્ર્વિક કલ્યાણરૂપી વસુધૈવ કુટુંબકમ્ની ભાવના દુનિયાને આપી
સંસ્કૃત અને હિન્દી વૈજ્ઞાનિક ભાષા છે જે લખાય છે એ જ રીતે બોલી પણ શકાય છે, અંગ્રેજી ભાષામાં આ ખાસિયત નથી
રામ રણ છે તો કૃષ્ણ રણનીતિ
કોઈ પણ કંસ આપણા વિસ્તારની પ્રાકૃતિક સંપદા લઈ જવાની કોશિશ કરશે તો આ દેશનો દરેક યુવાન એક થઈ જશે
હીરાની દુકાન પર કોઈ હીર માંગવા જતું નથી
પ્રભુ પાસે જ્ઞાન નહીં આનંદ માગો, જીવનમાં આનંદ આવી જાય તો જ્ઞાનની શું જરૂર છે?
દુનિયામાં બધું જ્ઞાન ભલે એકઠું થઈ જાય અંતે તો જીત પ્રેમની જ થાય છે
પાડોશી દેશ સાથે રામનીતિ અપનાવી ત્યારે ત્યારે તેઓએ યુદ્ધ કર્યું, હવે કૃષ્ણનીતિ ચાલે છે
ભગવાન પાસે સોદાબાજી ન કરો, મંદિરને પણ શું ઈન્કમટેક્સની ઓફિસ સમજો છો?
પાડોશી પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ, જો નહીં માને તો એક દિવસ તેના હાલ પણ દુર્યોધન જેવા થશે
દેશના રક્ષા વિશેષજ્ઞોને રણનીતિ સમજવા માટે કૃષ્ણચરિત્ર ભણાવવું જોઈએ
ધર્મના વિચાર જ એટલા ઉચ્ચ કોટિના છે કે તેના પર ક્યારેય શંકા ન કરવી જોઈએ



