રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ તા.7થી 9 સુધીમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલી છે. રસ્તા પર નડતર રૂપ 5 રેકડી/કેબીન તે ગણેશપાર્ક, બાપા સિતારામ ચોક,જામનગર રોડ,રામનાથ પરા,લાખાજીરાજ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય 41 પરચુરણ ચીજ વસ્તુઓ જે નાના મૌવા મેઈન રોડ,રામનાથ પરા,ઢેબર રોડ,ધર્મેન્દ્ર રોડ,અમિસેલ્સની બાજુમાં,સિમા પ્લાસ્ટિકની બાજુમાંથી જપ્ત કરવામાં આવી હતી, 178 કી.ગ્રા. શાકભાજી-ફળો તે આનંદ બંગલા ચોક,જ્યુબેલીરોડ,જંકશન રોડ,મોચી બજાર, પારેવડી ચોક, માથી જપ્ત કરવામાં આવ્યા હતા, રૂ.56,150 મંડપ કમાન છાજલી ચાર્જ તે યુનિ.રોડ, મવડી રોડ, રામાપીર ચોકડી પાસેથી વસુલ કરવામાં આવ્યો હતા, રૂ.11,500 વહીવટી ચાર્જ તે મોરબી રોડ,80ફુટ રોડ,શિતલ પાર્ક રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, અને 47 બોર્ડ-બેનર તે પારેવડી ચોક,ડિલક્સ ચોક,ભાવનગર રોડ, ગ્રિનલેન્ડ ચોકડી પરથી જપ્ત કરવામા આવ્યા હતા.
રસ્તા પરથી રેકડી-કેબીન, બોર્ડ-બેનરોનું દબાણ હટાવાયુ : 67,650નો દંડ કરાયો
You Might Also Like
Follow US
Find US on Social Medias