સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ થતાં તંત્ર જાગ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ધાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં હડકાયા ભૂંડે એક બાળકને બચકું ભરતાં ચકચાર મચી ગઈ છે. બાળકને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના સમયે સ્થાનિક લોકોએ ભૂંડને ભગાડીને બાળકનો જીવ બચાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે, પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં જાગૃત નાગરિકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક ભૂંડને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભૂંડને પકડી લેવાતા વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે, કેમ કે પ્રથમ રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.