મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે રસરંગ લોકમેળાનો શુભારંભ
સ્ટોલ-ફજેત-ફાળકા-જાયન્ટ હિંંચકા-મોતના કૂવા સહિતની રાઇડોને અપાઈ રહયો છે આખરી ઓપ
- Advertisement -
ઉદઘાટન કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટ મા આવતીકાલથી રસરંગ લોકમેળાનો શુભારભં થશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલથી 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામા માનવ મહેરમણ ઉમટી પડશે. રાજકોટનો જિલ્લા વહીવટી તત્રં દ્રારા આયોજિત રસરગં લોકમેળા નો શુભારભં પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના વરદ હસ્તે મંગળવારે સાંજે 4:30 વાગ્યે રેસકોર્ષ મેદાન ખાતે કરવામાં આવશે.આ ઉપરાંત આજથી ઇશ્ર્વરીયા પાર્ક ખાતે પણ રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્વારા મેળાનો પ્રારભં કરવામાં આવનાર છે.
કલેકટર તંત્ર આયોજીત રસરંગ લોકમેળો શરૂ થવાને હવે માત્ર એક દિવસ આડે છે ત્યારે આવતીકાલથી મેળાની જમાવટ થશે. હાલ મેદાનમાં તમામ પ્રકારના સ્ટોલ-ફજત-ફાળકા-જાયન્ટ હિંંચકા-મોતના કૂવા સહિતની રાઇડો ઉભી થઇ રહી છે,જેને આખરી ઓપ અપાઈ રહયો છે.
- Advertisement -
ઉદઘાટન કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થનાર છે જેમાં પાંચાળ પ્રદેશના ભરવાડનો પ્રખ્યાત હુડો રાસ અને ગીરના સીદીઓનું ધમાલ નૃત્ય, રાજકોટની ઉત્સવપ્રેમી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.પાંચ દિવસ સુધી ચલનારા આ લોકમેળા મા આ વર્ષે અંદાજિત 10 થી 12 લાખ લોકો ઉમટી પડે તેવી પણ શક્યતાઓ છે.
રસરંગ લોકમેળો 2023ના ઉદઘાટન સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક અને સાંસદ રામભાઈ મોકરીયા, સર્વે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, દુર્લભજી દેથરીયા વગેરે ઉપસ્થિત રહેશે. વધુમાં લોકમેળા મા વૈકલ્પિક વાહન વ્યવસ્થા અંગે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આદેશો જાહેર કરવામાં આવ્યા છે.જે મુજબ રેસકોર્ષ રીંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ કરવામાં આવી છે.
વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને બંને બાજુ નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મહિલા કોલેજ અંડરબ્રીજથી કિશાનપરા ચોક સુધી પ્રાઈવેટ લકઝરી બસો જાહેરનામાનો અમલ પૂર્ણ થયા બાદ કિશાનપરા ચોક તરફ આવી શકશે નહીં પરંતુ ટાગોર રોડથી જઈ શકશે.
લોકમેળા માટે પાર્કિંગ સ્થળોની જાહેરાત
કાર, મોટરસાયકલ અને સાયકલ બહુમાળી ચોકમાં બહુમાળી ભવન સામે નહેરુ ઉદ્યાન, નવી કલેકટર કચેરી સામે તથા આયક વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સ ગ્રાઉન્ડમાં પાર્ક કરી શકાશે. બસ, કાર, મોટરસાયકલ અને સાયકલ એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલ્વે પાટા સામે પાર્ક કરી શકાશે. મોટરસાયકલ અને સાયકલ બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર પાર્ક કરી શકાશે. કિશાનપરા ચોક, એ.જી.ઓફિસની દિવાલ પાસે ઓટો રીક્ષા પાર્ક કરી શકાશે. ટુ વ્હીલર કિશાનપરા ચોકમાં સાયકલ શેરીંગવાળી જગ્યા, આયકર ભવન પાછળ યુસુફભાઈના પ્લોટ, કિશાનપરા ચોકમાં જુની કેન્સર હોસ્પીટલના ગ્રાઉન્ડ અને કેપીટલ હોટલ પાછળ ગ્રાઉન્ડ, એસ.બી.આઇ. બેંક સામે શારદાબાગ પાસેના ગ્રાઉન્ડ, ચાણકય બિલ્ડીંગ ચોક પાસે નગરરચના અધિકારીશ્રી કચેરીના ગ્રાઉન્ડ તથા સરકીટ હાઉસ સામે મેમણ બોર્ડીંગના ગ્રાઉન્ડમાં પાર્ક કરી શકાશે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડ અને એરપોર્ટ ફાટક પાસે શ્રેયાંસ સોસાયટી પાસે ગુજરાત રાજય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના ગ્રાઉન્ડમાં પાર્ક કરી શકાશે. ફોર વ્હીલર ધર્મેન્દ્રસિંહ કોલેજ ગ્રાઉન્ડમાં પાર્ક કરી શકાશે.
તેમજ સરકારી વાહન બહુમાળી ભવન સામે હોમગાર્ડ ઓફીસર કોલોનીમાં પાર્કકરીશકાશે.